________________
ર૯
લધુસંગ્રહણી
ઉત્તરઃ આ ક્ષેત્રમાં સુષમા દુષમા ભાવ વર્તતા હોય છે. એટલે કે આ ક્ષેત્રમાં જે ધાન્યાદિ પેદા થાય તે ઉપરના યુગલિક ક્ષેત્ર કરતાં ઉતરતાં રસકસવાળાં હોય છે. પ્રશ્ન ૨૦૨.આ ક્ષેત્રમાં તિર્યંચો જે હોય તેમનું આયુષ્ય,અવગાહનાદિ કેટલા હોય છે.? ઉત્તરઃ આ ક્ષેત્રમાં તિર્યંચોનું આયુષ્ય ૧ પલ્યોપમ,અવગાહના ર ગાઉ,આહાર ૨૪ કલાકના અંતરે, આહાર સામાન્યથી રોજ હોય એમ ગણાય છે. આહાર આમળાના પ્રમાણ જેટલો. પ્રશ્ન ૨૦૩.આ ક્ષેત્રમાં રહેલ મનુષ્યોતથા તિર્યંચોને પાંસળીઓ કેટલી હોય છે.? ઉત્તરઃ ૬૪ પાંસળી ઓ હોય છે. પ્રશ્ન ર૦૪. અપત્યપાલનનાં કેટલાં ભાગ પડે છે? ક્યા ભાગમાં કેવી અવસ્થા હોય છે.? ઉત્તર : અપત્યપાલનનાં ૭ ભાગ પડે છે. તે આ પ્રમાણે જાણવા. (૧)પહેલા ભાગમાં ચત્તા સુતા સુતાં અંગુઠો ચુસ્યા કરે છે. (૨)બીજા ભાગમાં પૃથ્વી પર જરા પગ માંડે છે. (૩)ત્રીજા વિભાગમાં કાંઈક મઘુરવાણી બોલે છે. ' (૪)ચોથા વિભાગમાં કાંઈક ખલના પામતો ચાલે છે. (૫)પાંચમા વિભાગમાં સારી રીતે સ્થિરતા પૂર્વક ચાલે છે. (૯) છઠ્ઠા વિભાગમાં સમસ્ત કળાઓનો જાણકાર બને છે. (૭)સાતમાં વિભાગમાં યૌવન અવસ્થા પામીને ભોગ સમર્થ બને છે. પ્રશ્ન ૨૦૫.હિરણ્યવંત ક્ષેત્રનું બાકીનું વર્ણન કોની જેમ જાણવું ઉત્તરઃ હિરણ્યવંત ક્ષેત્રનું બાકીનું વર્ણન હિમવંત ક્ષેત્રની જેમ જાણવું.
લઘુહિમવંત પર્વતનું વર્ણન પ્રમઃ ૨૦૬ આ પર્વત કયાં આવેલો છે? તેનો વર્ણ કેવો હોય છે? ઉત્તરઃ લઘુહિમવંત પર્વત હિમવંત ક્ષેત્રની દક્ષિણે આવેલો છે અને તે પિત્તા વર્ણનો છે. પ્રશ્નઃ ૨૦૭. આ પર્વત ઉત્તર-દક્ષિણ કેટલો ઉચો અને પહોળો હોય છે? તે