________________
પ્રશ્નોતરી
કેટલા ખંડ પ્રમાણે છે? ઉત્તરઃ આ પર્વત ઉચાઈમાં ૧૦૦યોજન છે. ઉત્તર-દક્ષિણ ૧૦૫ર યોજન
૧૨ કલા પહોળો છે. અને તે ૨ ખંડ પ્રમાણ છે. પ્રશ્નઃ ૨૦૮. આ પર્વત પૂર્વ-પશ્ચિમ કેટલો લાંબો છે? ઉત્તરઃ પૂર્વ-પશ્ચિમે ૨૪૯૩૨ યોજન લાંબો છે.. પ્રશ્નઃ ૨૦૯. આ પર્વત પર કૂટો કેટલા છે? તેના ઉપર શું શું હોય છે? ઉત્તર : લઘુહિમવંત પર્વત ઉપર ૧૧ ફૂટ છે. તેમાં એક ફૂટ ઉપર જિનચૈત્ય છે તથા બાકીના કૂટો ઉપર પ્રાસાદો આવેલા છે. પ્રશ્નઃ ૨૧૦. આ પર્વત ઉપર કયા નામનો દ્રહ છે? તેનું માપ કેટલું છે? ઉત્તરઃ લઘુહિમવંત પર્વત ઉપર પદમ નામનું દ્રહ આવેલું છે તે ૧૦૦૦ યોજન લાંબુ, ૫૦૦ યોજન પહોળું તથા ૧૦યોજન ઉડું છે. પ્રશ્ન: ૨૧૧. આ પર્વત પર કઈ દેવી હોય છે? ઉત્તરઃ આ પર્વત ઉપર શ્રી નામની દેવી હોય છે. પ્રશ્નઃ ૨૧૨. આ પર્વત શેનાથી યુક્ત હોય છે? ઉત્તર : આ પર્વત વન અને વેદિકા સહિત હોય છે.
શિખરી પર્વતનું વર્ણન પ્રશ્નઃ ૨૧૩. આ પર્વત ક્યાં આવેલો છે? તથા તેનો વર્ણ કયા પ્રકારનો છે? ઉત્તરઃ શિખરી પર્વત હિરણ્યવંત ક્ષેત્રની ઉત્તર દિશાએ આવેલો છે. તેનો વર્ણ પિત્ત (પીળો) હોય છે. પ્રશ્નઃ ૨૧૪: આ પર્વતમાં કયા નામનું દ્રહ આવેલું હોય છે? ઉત્તરઃ પુંડરીક નામનું દ્રહ આવેલું છે. પ્રશ્નઃ ૨૧૫. શિખરી પર્વત ઉપર કઈ દેવી છે? ઉત્તરઃ આ પર્વત ઉપર લક્ષ્મી દેવી આવેલી છે. પ્રશ્ન: ૨૧૬. આ પર્વત ઉપર છૂટો કેટલા છે? કયા કૂટ ઉપર શું હોય છે? ઉત્તરઃ આ પર્વત ઉપર ૧૧ કૂટો છે. તેમાં ૧ ફૂટ ઉપર જિનચૈત્ય આવેલું છે અને બાકીના કૂટો ઉપર પ્રાસાદો આવેલાં છે. પ્રશ્નઃ ૨૧૭. શિખરી પર્વતનું માપ વગેરે વર્ણન કોની જેમ હોય છે?