________________
પ્રશ્નોતરી
પ્રશ્ન ૧૯૨.આ ક્ષેત્રમાં મુખ્ય નદીઓ કેટલી ? તેનાં નામ ક્યા ક્યા ? ઉત્તર ઃ આ હિમવંતક્ષેત્રમાં મુખ્ય બે નદીઓ આવેલી છે.(૧) રોહિતા નદી અને (૨) રોહિતાંશા નદી.
પ્રશ્ન ૧૯૩.આ બે નદીઓ કેટલી કેટલી નદીનાં પરિવારવાળી હોય છે ? ઉત્તર : આ બંને નદીઓ ૨૮૦૦૦ નદીઓના પરિવારવાળી હોય છે. પ્રશ્ન ૧૯૪.કૂટો કેટલાં છે ? તેના ઉપર શું હોય છે ?
ઉત્તર ઃ કૂટો નવ હોય છે. એક ફૂટ ઉપર જિનચૈત્ય. બાકીનાં ઉપર પ્રાસાદો આવેલાં છે. બાકીનું વર્ણન હરિવર્ષ ક્ષેત્રની જેમ જાણવું
હિરણ્યવંત ક્ષેત્રનું વર્ણન
૨૮
પ્રશ્ન ૧૯૫.આ ક્ષેત્ર ક્યાં આવેલું છે ? તે ક્યા ભાવવાળું હોય છે ? ઉત્તર ઃ આ ક્ષેત્ર રૂફિમ પર્વતની ઉત્તર દિશા બાજુ આવેલું છે તે યુગલિક ભાવવાળું હોય છે.
પ્રશ્ન ૧૯૬.આ ક્ષેત્રમાં રહેલો ધૃત વૈતાઢય પર્વત છે તેનું નામ શું છે ? ઉત્તર ઃ હિરણ્યવંત ક્ષેત્રને વિષે રહેલા વૃત વૈતાઢય પર્વતનું નામ વિકતાપાતીછે. પ્રશ્ન ૧૯૭. આ પર્વત ઉપર ફૂટો કેટલાં છે ? તેનાં ઉપર શું હોય છે ? ઉત્તર ઃ વિકતાપાતી પર્વત ઉપર નવ ફૂટો આવેલા છે. તેમાંના એક ફૂટ ઉપર જિનચૈત્ય છે. અને બાકીના કૂટો ઉપર પ્રાસાદો છે.
પ્રશ્ન ૧૯૮. આ ક્ષેત્રમાં મુખ્ય નદીઓ કેટલી ?તેના નામો ક્યા ક્યા ? ઉત્તર : આ ક્ષેત્રમાં મુખ્ય બે નદીઓ છે.
(૧)સુવર્ણકલા નદી, (૨) રૂપ્યકલા નદી.
પ્રશ્ન ૧૯૯.આ ક્ષેત્રમાં રહેલ મનુષ્યનું આયુષ્ય,અવગાહના,આહાર આદિ કેટલો હોય છે. ?
ઉત્તર ઃ ચા ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ મનુષ્યોનું આયુષ્ય ૧ પલ્યેાપમ, અવગાહના ૧ ગાઉ, આહાર ૧ દિવસ બાદ આમળાના પ્રમાણ જેટલો હોય છે.
પ્રશ્ન ૨૦૦,અપત્યપાલન કેટલા દિવસ હોય છે ? ઉત્તર ઃ અપત્યપાલન ૭૯ દિવસ હોય છે .
પ્રશ્ન ૨૦૧.આ ક્ષેત્રમાં ભાવ કેવા વર્તતા હોય છે ?