________________
૨૭
યુગલિકપણાના ભાવવાળું હોય છે.
પ્રશ્ન ૧૮૪. ક્યા આરાના ભાવ વર્તે છે ?
લઘુસંગ્રહણી
ઉત્તર : સુષમા દુષમા આરાના ભાવ સદા માટે વર્તતા હોય છે. પ્રશ્ન ૧૮૫.આ ક્ષેત્રનાં મનુષ્યોનુંઆયુષ્ય, અવગાહના,આહા૨-અંતર,પાંસળી કેટલી હોય છે ?
ઉત્તર ઃ આ ક્ષેત્રમાં મનુષ્યોનું આયુષ્ય ૧ પલ્યોપમ, શરીર અવગાહના ૧ ગાઉ, એક દિવસને આંતરે આમળાના પ્રમાણ જેટલો આહાર તથા ૬૪ પાંસળી હોય છે.
પ્રશ્ન ૧૮૬.આ ક્ષેત્રનાં તિર્યંચોને અવગાહના તથા આહાર અંતર કેટલું હોય છે ?
ઉત્તર ઃઆ ક્ષેત્રનાં ઉત્પન્ન થયેલા તિર્યંચોનું આયુષ્ય ૧ પલ્યોપમ,૨ ગાઉની શરીરની અવગાહના, દરાજ ચોવીશ કલાકે આમળાના પ્રમાણ જેટલો
આહાર.
પ્રશ્ન ૧૮૭. અપત્યપાલન કેટલા દિવસ હોય છે ? ઉત્તર ઃ અપત્યપાલન ૭૯ દિવસ હોય છે.
પ્રશ્ન ૧૮૮. આ ક્ષેત્રનાં રસકસ વગેરે કેવા હોય છે ?
ઉત્તર : આ ક્ષેત્રનાં રસકસ વગેરે ઉતરતાં હોય છે. એટલે હરિવર્ષ ક્ષેત્રમાં જે રસકસ હોય છે.તેનાં કરતાં ઘણા હીન હોય છે સુખ વગેરે ભાવો પણ ઉતરતાં હોય છે
પ્રશ્ન ૧૮૯.આ ક્ષેત્રનું ઉત્તર-દક્ષિણ માપ કેટલુ હોય છે ? ઉત્તર ઃ હિમવંતક્ષેત્રનું ઉત્તર- દક્ષિણ માપ ૨૧૦૫ યોજન ૫ ક્લા (ારખંડ પ્રમાણ) છે.
પ્રશ્ન ૧૯૦.પૂર્વ-પશ્ચિમ માપ કેટલું છે ?
ઉત્તર ઃ આ ક્ષેત્રનું પૂર્વ તથા પશ્ચિમ માપ ૩૭૬૭૪ યોજન ૧૫ કલા છે. પ્રશ્ન ૧૯૧.વૃત વૈતાઢયનું નામ શું તથા તેનું માપ શું છે?
ઉત્તર : વૃત વૈતાઢયનું નામ શબ્દાપાતી છે તે ૧૦૦૦ યોજન ઉંચો, મૂળમાં ૧૦૦૦ યોજન અને ઉપર ૫૦૦ યોજનના વિસ્તારવાળો હોય છે.