SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ લઘુસંગ્રહણી નીલવંત પર્વતનું વર્ણન પ્રશ્ન ૧૫૪. મહાવિદેહ ક્ષેત્રથી આ પર્વત કયાં આવેલ છે.?તેનું માપ કેટલું ? ઉત્તર : મહાવિદેહ ક્ષેત્રથી આ નીલવંત પર્વત ઉત્તર તરફ આવેલ છે. તેનું માપ વગેરે નિષધ પર્વતની જેમ જાણવું .નામફેર હોય છે. તે બતાવાય છે. પ્રશ્ન ૧૫૫. આ પર્વતનો રંગ કેવો હોય છે? ઉત્તર : નિલવંત પર્વત વૈડૂર્ય રત્ન જેવા લીલો હોય છે. પ્રશ્ન ૧૫૬. આ પર્વત ઉપરના દ્રહનું નામ શું છે.? તથા દેવીનું નામ શું છે? ઉત્તર : આ પર્વત ઉપર કેશરી દ્રહ હોય છે. તથા દેવીનું નામ કીર્તિદેવી છે હરિવર્ષક્ષેત્રનુંવર્ણન પ્રશ્ન ૧૫૭.આ ક્ષેત્ર કયાં આવેલું છે? તથા આ ક્ષેત્રને કયું ક્ષેત્ર કહેવાય છે? ઉત્તર : હરિવર્ષ ક્ષેત્ર નિષધ પર્વતની દક્ષિણે આવેલું છે. આ ક્ષેત્રને યુગલિક ક્ષેત્ર કહેવાયછે. પ્રશ્ન ૧૫૮. આ ક્ષેત્ર ઉત્તર-દક્ષિણ તથા પૂર્વ-પશ્વિમ લાંબુ પહોળું કેટલું છે? ઉત્તર : આ ક્ષેત્ર ઉત્તર-દક્ષિણ ૯૮૪૨૧યોજન ૧ કલા(૧૬ ખંડ પ્રમાણ) હોય છે.પૂર્વ- પશ્ચિમ ૭૩૯૦૧યોજન ૧૭ કલા હોય છે. પ્રશ્ન ૧૫૯. આ ક્ષેત્રની મધ્યમાં શું હોય છે? તેનું માપ કેટલું કેટલું હોય છે? ઉત્તર : આ ક્ષેત્રની મધ્યમાં વૃત વૈતાઢય પર્વત હોય છે. તે ૧૦૦૦ યોજન ઉંચો મૂળમાં ૧૦૦૦ યોજન વિસ્તારવાળો, ઉપર ૫૦૦ યોજન વિસ્તારવાળો છે. પ્રશ્ન ૧૬૦. આ પર્વતનું નામ શું છે.?તથા તેની ઉપર શું હોય છે? ઉત્તરઃ આ પર્વતનું નામ ગંધપાતી છે. તેના ઉપર જિનચૈત્ય આવેલું છે. પ્રશ્ન ૧૬૧. આ ક્ષેત્રમાં કયા આરાના ભાવ વર્તતા હોય છે ? આયુષ્ય,અવગાહના,પાંસળી,આહાર કટેલો અને કેટલા દિવસે હોય છે? ઉત્તર ઃ હરિવર્ષ ક્ષેત્રમાં સદાને માટે સુષમા આરાના ભાવ વર્તતા હોય છે. મનુષ્યોનું આયુષ્ય ૨ પલ્યોપમ,શરીર અવગાહના ૨ ગાઉ,બે બે દિવસના આંતરે બોર જેટલો આહારહોય છે.તથા ૧૨૮ પાસળીઓ હોય છે. પ્રશ્ન ૧૬૨. આ ક્ષેત્રમાં જન્મેલા તિથૅ ચોનું આયુષ્ય,અવગાહના પાંસળી,
SR No.022307
Book TitleJivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1994
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy