________________
પ્રશ્નોતરી
આહાર કેટલો હોય છે? ઉત્તર : આ ક્ષેત્રમાં જન્મેલા તિવૅચોનું આયુષ્ય ૨ પલ્યોપમ,૪ ગાઉની અગગાહના, ૧૨૮પાંસળીઓ એકદિવસના અંતરે બોર જેટલો આહાર હોય
પ્રશ્ન ૧૬૩.આ ક્ષેત્રમાં જન્મેલા અપત્ય જીવોનું પાલન કેટલા દિવસનું હોય છે? ઉત્તરઃ આ ક્ષેત્રમાં જન્મેલા અપત્ય જીવોનું પાલન ૬૪ દિવસનું હોય છે. પછી યુવાવસ્થા પામી જાય છે. પ્રશ્ન ૧૬૪. આ ક્ષેત્રમાં ૬૪ દિવસના પાલનમાં કેટલા વિભાગ પડે છે?
ક્યા વિભાગમાં અપત્યની કેવી અવસ્થા હોય છે? ઉત્તરઃ આ ક્ષેત્રમાં જન્મેલા અપત્યપાલનના ૭ વિભાગ પડે છે. (૧) પહેલા ભાગમાં ચત્તા સુતા સુતા અંગુઠો ચુસ્યા કરે છે. (૨) બીજા ભાગમાં પૃથ્વી પર જરા પગ માંડે છે. (૩) ત્રીજા ભાગમાં કંઈક મધુરવાણી વડે બોલે છે. ' (૪) ચોથા ભાગમાં કંઈક સ્કૂલના પામતો ચાલે છે. (૫) પાંચમા ભાગમાં સારી રીતે સ્થિરતા પૂર્વક ચાલે છે. (૬) છઠ્ઠા ભાગમાં સમસ્ત કળાઓને જાણનારો બને છે. (૭) સાતમા ભાગમાં યૌવન અવસ્થા પામીને ભોગ સમર્થ બને છે. પ્રશ્ન ૧૬૫. આ ક્ષેત્રમાં દેવકુરૂમાં રસકસ હોય તેવા હોય કે કેવા? ઉત્તરઃ આ ક્ષેત્રમાં દેવકુરૂની જેમ યુગલિક ક્ષેત્રની જેમ જાણવું વિશેષમાં બધુ ઉતરતાં રસકસવાળું હોય છે. દેવમુરૂમાં સુખ સુખ હતું જ્યારે આ ક્ષેત્રમાં સુખ હોય છે. પ્રશ્ન ૧૬૬. આ ક્ષેત્રમાં કઈ નદીઓ કેટલી નદીઓના પરિવારવાળી હોય છે? ઉત્તરઃ આ ક્ષેત્રમાં હરિસલિલા નામની નદી પૂર્વ તરફ પ૬૦૦૦ નદીઓનાં પરિવાર સાથે વહે છે. તથા પશ્ચિમ તરફ પ૬૦૦૦ નદીઓનાં પરિવારવાળી હરિકાન્તા નામની નદી વહે છે.
રમ્ય ક્ષેત્રનું વર્ણન પ્રશ્ન ૧૬૭. રમ્યક ક્ષેત્ર કયાં આવેલું છે?