________________
લધુસંગ્રહણી આવેલા છે તેની મધ્યમાં ૫૦યોજને ચારે દિશામાં ચાર ભવનો હોય છે તથા ચાર વિદિશામાં ચાર પ્રાસાદો આવેલા છે. પ્રશ્ન ૧૧૩. આ ભવનો તથા પ્રાસાદોનું માપ શું છે? ઉત્તરઃ આ ભવનો તથા પ્રાસાદો ૧ ગાઉ લાંબા, ના ગાઉ ઉંચા અને ૧૪૪૦ ધનુષ વિસ્તારવાળા હોય છે. પ્રશ્ન ૧૧૪. આ ભવનો અને પ્રાસાદોની વચમાં શું હોય છે? તેની લંબાઈ વગેરે કેટલી છે? - ઉત્તરઃ આ ૪ ભવનો અને ૪ પ્રાસાદોની વચમાં એક એક કટ હોય છે. તે ૮ યોજનઉંચા, ૧૨ યોજના મૂળમાંવિસ્તારવાળા અને ઉપર યોજનવિસ્તારવાળા હોય છે. પ્રશ્ન ૧૧૫. તે આઠે કુટો ઉપર શું આવેલ છે? ઉત્તરઃ તે આઠેય કુટો ઉપર આઠ એટલે કે દરેકઉપર એકએકજિનચૈત્ય આવેલા
પ્રશ્ન ૧૧૬. શાલ્મલી વૃક્ષ ઉપર કુલ કેટલા જિનચૈત્યો છે? ઉત્તરઃ શાલ્મલી વૃક્ષનું એક જિન ચૈત્ય અને આઠ ફટના આઠ એમ નવ જિન ચૈત્યો આવેલા છે. પ્રશ્ન ૧૧૭. કંચનગિરિઓ કેટલા છે? તેના ઉપર કુલ મંદિરો કેટલા છે? ઉત્તરઃ કંચનગિરિની સંખ્યા ૧૦૦છે. તે દરેક પર્વતો ઉપર એક એક જિનચૈત્ય હોવાથી ૧૦૦ જિનચૈત્યો છે. પ્રશ્ન ૧૧૮. દેવ કુરૂક્ષેત્રમાં કુલ નદીઓ કેટલી છે? ઉત્તરઃ દેવ કુરૂક્ષેત્રમાં કુલ ૮૪000 (ચોરાસી હજાર) નદીઓ છે. પ્રશ્ન ૧૧૯. દેવ કુરૂક્ષેત્રમાં ક્યા ક્ષેત્રના આરાના) ભાવ વર્તતા હોય છે? અને આ જીવોને શું કહેવાય છે? ઉત્તરઃ સદાને માટે આ ક્ષેત્રમાં સુષમા સુષમા આરાના ભાવ વર્તતા હોય છે. આ જીવોને યુગલિક કહેવાય છે. પ્રશ્ન ૧૨૦. મનુષ્ય-તિર્યંચોનો જન્મ, આયુષ્ય, અવગાહના, આહાર, પાંસળી