________________
પ્રશ્નોતરી
વગેરે કેટલી કેટલી હોય છે? ઉત્તરઃ આ ક્ષેત્રમાં મનુષ્યો તથા તિર્યંચો જોડેલે જન્મે છે. ૩પલ્યોપમનું આયુષ્ય હોય છે. મનુષ્યના શરીરની ઉચાઈ૩ગાઉઅને તિર્યંચોના શરીરની અવગાહના છ ગાઉની હોય છે. મનુષ્યોને ત્રણ દિવસના અંતરે તુવેરના દાણા જેટલો આહાર જોઈએ છે. તિર્યંચોને બબ્બે દિવસના અંતરે તુવેરના દાણા જેટલો આહાર હોય છે. ૨૫૬ પાંસળીઓ હોય છે. પ્રશ્ન ૧૨૧. સ્ત્રીઓ કેટલીવાર જન્મ આપે છે? ઉત્તરઃ સ્ત્રીઓ એકવાર જોડલાને જન્મ આપે છે. પ્રશ્ન ૧૨૨. અપત્યપાલન કેટલા દિવસ કરે છે? તેના કેટલા કેટલા વિભાગ પડે છે? ઉત્તર : અપત્યપાલન એટલે જોડલાનું પાલન ૪૯ દિવસ કરે છે. તે દિવસોના સાત ભાગ પડે છે. પ્રશ્ન ૧૨૩. અપત્યપાલનના દિવસોના સાત ભાગ ક્યા ક્યા ગણાય છે? ઉત્તરઃ તે સાત ભાગ આ પ્રમાણે જાણવા - - - (૧) પહેલા ભાગમાં ચત્તા સુતા અંગુઠો ચુસ્યા કરે. (૨) બીજા ભાગમાં પૃથ્વી ઉપર જરા પગ માંડતા થાય છે. (૩) ત્રીજા ભાગમાં કાંઈક મધુરવાણી વડે બોલે છે.. (૪) ચોથા ભાગમાં કાંઈક અલના પામતો ચાલે છે. (૫) પાંચમા ભાગમાં સારી રીતે સ્થિરતાપૂર્વક ચાલી શકે છે. (૬) છઠ્ઠા ભાગમાં સમસ્ત કળાઓને જાણનાર બને છે. (૭) સાતમા ભાગમાં યૌવન અવસ્થા પાસીને ભોગ સમર્થ બને છે. પ્રશ્ન ૧૨૪. પંચેન્દ્રિય તિર્યંચો ક્યા ઉત્પન્ન થાય છે? ઉત્તર:તિર્યંચોચતુષ્પદગર્ભજતેમજગર્ભજખેચરજીવો ઉત્પન્ન થાય છે. બીજા નહીં. પ્રશ્ન ૧૨૫ જાતિ વૈરવાળા તિર્યંચો ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ જાતિ વૈરવાળા સિંહ-વાઘ વગેરે ઉત્પન્ન થાય છે પણ અલ્પકષાયી હોવાથી વૈરવૃત્તિવાળા હોતા નથી. પ્રશ્ન ૧૨૬. જાતિ વૈરવાળા તિર્યંચો મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? શાથી?