________________
પ્રશ્નોતરી
૧૬
રૂપાની છે તથા કુંપળ અને પાન વગેરે રતોનાં હોય છે, પ્રશ્ન ૧૦૪. પૂર્વશાખા ઉપર તથા બીજી શાખાઓ ઉપર શું શું હોય છે? ઉત્તરઃ પૂર્વશાખા ઉપર દેવભવન છે તથા બીજી ત્રણ શાખાઓ ઉપર પ્રાસાદો
પ્રશ્ન ૧૦૫. ભવન તથા પ્રાસાદની ઉંચાઈ વગેરે કેટલી હોય છે? ઉત્તરઃ ભવન તથા પ્રાસાદો ૧ બાઉલાંબા, ના ગાઉ ઉંચા અને ૧૪૪૦ ધનુષ પહોળા હોય છે. પ્રશ્ન ૧૦૬. કેટલી દિશામાં દ્વારો હોય છે? તથા પીઠીક કેટલી હોય છે? શેની હોય છે? તેનું માપ શું છે? ઉત્તર પશ્ચિમ દિશા સિવાયની ત્રણ દિશામાં ભવન તથા પ્રાસાદોને દ્વારો હોય છે. દરેકમાં મણીપીઠીકાઓ છે તે ૫૦૦ ધનુષ વિસ્તારવાળી તથા ૨૫૦ધનુષ ઉચી છે. પ્રશ્ન ૧૦૭. ભવનની તથા પ્રાસાદોની પીઠીકા ઉપર શું શું હોય છે? ઉત્તર ભવનની પીઠીકા ઉપર ગરૂડદેવની શૈયા છે અને પ્રાસાદોની પીઠીકા ઉપર સિંહાસનો હોય છે. ' પ્રશ્ન ૧૦૮. શાલ્મલી વૃક્ષ કેટલી વેદિકા સહીત હોય છે? ઉત્તર : શાલ્મલી વૃક્ષ ૧૨ વેદીકા સહીત છે પ્રશ્ન ૧૦૯. શાલ્મલી વૃક્ષને તથા શ્રીદેવીના કમલને કેટલા વલયો હોય છે? ઉત્તરઃ શ્રીદેવીનાં કમલને ફરતાં છ કમલનાં વલયો આવેલાં છે તેવાં જછવલય
આ શાલ્મલી વૃક્ષને શાલ્મલી વૃક્ષોનાં છે. . પ્રશ્ન ૧૧૦. શાલ્મલી વૃક્ષનાં છએ વલયોનાં વૃક્ષોની સંખ્યા કેટલી થાય છે? ઉત્તરઃ છએ વલયનાં શાલ્મલી વૃક્ષોની સંખ્યા ૧૨૦૫૦૧૨૦ હોય છે. પ્રશ્ન ૧૧૧.શ્રીદેવીને અને શાલ્મલી વૃક્ષો ઉપર કોના કોના આવાસ હોય છે? ઉત્તર : શ્રીદેવીને મહતરા દેવીઓ હોય છે અને શાલ્મલી વૃક્ષ ઉપર અગ્ર મહીષીઓ હોય છે, એમ જણાય છે. પ્રશ્ન ૧૧૨. શાલ્મલી વૃક્ષની નીચે કેટલા યોજને શું શું હોય છે? ઉત્તર : શાલ્મલી વૃક્ષના પીઠની નીચે ૧૦૦યોજન વલયાકારમાં ત્રણ વન