________________
પ્રશ્નોતરી
૧૦
પરિવારવાળી સિંધુ નામની નદી છે. એમ બે નદીઓ છે. પ્રશ્ન ૬૮.બત્રીસે વિજયોને વિષે પ્રપાતકુંડમાં શું આવેલ છે? તેની ઉંચાઈ વગેરે કેટલી છે? ઉત્તર: બત્રીસે વિજયોમાં બન્ને પ્રપાતકુંડ આવેલા છે. તે દરેક પ્રપાતકુંડોની વચમાં એક એક ઋષભ ફૂટ આવેલ છે તે ૮ યોજન પંચો, ૧૨ યોજના મૂળમાં અને ઉપર ૪ યોજન વિસ્તારવાળો છે. પ્રશ્ન ૬૯. બત્રીસે ઋષભકૂટ ઉપરશું આવેલ છે? તેની લંબાઈ વગેરે કેટલી છે? ઉત્તર: બત્રીસે ઋષભકૂટો ઉપર એક એક પ્રાસાદ આવેલો છે તે ૧ ગાઉ લાંબો, વા ગાઉ ઉંચો અને વા ગાઉ પહોળો હોય છે. પ્રશ્ન ૭૦. બત્રીસે વિજયોમાં જધન્યથી વાસુદેવો, ચક્રવર્તીઓ કેટલા હોય છે? ઉત્તર: બત્રીસે વિજયોમાં થઈને જધન્ય વાસુદેવો અને ચક્રવર્તીઓ આદિ ચાર ચાર હોય છે. પ્રશ્ન ૭૧. ચક્રવર્તીઓ અને વાસુદેવો જધન્યથી તથા ઉત્કૃષ્ટથી કેટલા અને કઈ રીતે હોય છે? ઉત્તરઃ જ્યારે ઉત્કૃષ્ટથી ૨૮ વિજયમાં ૨૮ ચક્રવર્તી (દરેક વિજયમાં એક એક) હોય ત્યારે બાકીની ૪વિજયમાં ૪ વાસુદેવ (દરેક વિજયમાં એકએક) હોય છે. અને જ્યારે ૨૮ વિજયમાં ૨૮ વાસુદેવ (દરેક વિજ્યમાં એક એક) હોય ત્યારે બાકીની ૪ વિજયમાં ૪ ચક્રવર્તી (દરેક વિજયમાં એક એક) હોય છે. પ્રશ્ન ૭૨. એક વિજયમાં ચક્રવર્તી આદિ કેટલા કેટલા હોય છે? ઉત્તરઃ એકવિજયમાં એક જ ચક્રવર્તી અથવા એક જવાસુદેવ હોય છે. એમાંથી એક જ હોય છે. પ્રશ્ન ૭૩. બત્રીશ વિજયો તેમજ તેની રાજધાનીના નામો ક્યાં છે? ઉત્તર: વિજયનામ રાજધાની વિજયનામ રાજધાની ૧ કચ્છ
૧૭ પદ્મ અશ્વપુરી ૨ સુકચ્છ ક્ષમાપુરા ૧૮ સુપદ્મ સિંહપુરી ૩ મહાકચ્છ અશિષ્ટા ૧૯ મહાપદ્મ મહાપુરી
ક્ષમા