________________
લધુસંગ્રહણી
પ્રશ્ન ૬૦. વિજય કોને કહેવાય છે? ઉત્તર : ચક્રવર્તીને સાધવા યોગ્ય છ ખંડવાળો જે દેશ તે વિજય કહેવાય છે. પ્રશ્ન ૬૧. દરકે વિજયો પૂર્વાદિદિશામાં કેટલા કેટલા યોજના છે? ઉત્તરઃ દરેકવિષયો પૂર્વતથા પશ્ચિમ દિશા તરફ ૨૨૧૨ ૭ ૮યોજન અને ઉત્તર તથા દક્ષિણ દિશા તરફ ૧૬૫૯ર યોજન ર કલાની હોય છે. પ્રશ્ન ૬૨.વિજયોની વચમાં શું આવેલું છે? તેની ઉંચાઈ વિસ્તારાદિ કેટલી હોય
ઉત્તરઃ દરેક વિજયોની મધ્યમાં એક એક દીર્ધવૈતાઢય પર્વત આવેલો છે તે ૨૫ . યોજન ઉચો, નીચે ૫૦યોજન વિસ્તારવાળો અને ઉપરના તળીએ ૧૦યોજન વિસ્તારવાળો છે પૂર્વ અને પશ્ચિમ ૨૨૧૨ ૭ ૮ યોજન લાંબો છે. પ્રશ્ન ૨૩. બત્રીસ વૈતાઢય પર્વતો ઉપર શું આવેલ છે? અને કેટલાં કેટલાં છે? 'ઉત્તર ઃ બત્રીસે બત્રીસ વૈતાઢય પર્વતો ઉપર ફૂટો આવેલા છે તે નવા નવા સંખ્યાવાળા હોય છે. પ્રશ્ન ૬૪. તે કૂટો ઉપર શું શું આવેલ છે? ઉત્તરઃ એક ફૂટ ઉ૫સિદ્ધાયતન આવેલ છે એટલે ૩ર સિદ્ધાયતનો થાય અને બાકીના આઠ આઠ ફુટો ઉપર પ્રસાદો આવેલાં છે. પ્રશ્ન ૬૫. દરેક વૈતાઢય પર્વત ઉપર કેટલા નગરો આવેલા છે? ઉત્તરઃ દરેક વૈતાઢય પર્વતો ઉપર પંચાવન પંચાવન નગરો આવેલાં છે. પ્રશ્ન દ૬. ઉત્તર તરફની દરેક વિજયોમાં કેટલા કેટલા પરિવારવાળી કેટલી નદીઓ છે? કઈ કઈ? ઉત્તર : ઉત્તર તરફના દરેક વિજયોમાં એક બાજુના ભાગમાં ચૌદ ચૌદ હજાર નદીઓનાં પરિવારવાળી રક્તા નામની નદી છે. અને બીજી બાજુ ચૌદ ચૌદ હજાર નદીઓનાં પરિવારવાળી રક્તાવતી નદી છે. એમ બે નદીઓ છે. પ્રશ્ન ૬૭. દક્ષિણ તરફની દરેક વિજયોમાં કેટલા કેટલા પરિવારવાળી કેટલી નદીઓ છે? કઈ કઈ? ઉત્તર : દક્ષિણ તરફના દરે વિજયોમાં ચૌદ ચૌદ હજારના પરિવારવાળી એબાજુ ગંગા નદી છે. અને બીજી બાજુ ચૌદ ચૌદ હજાર નદીઓનાં .