________________
પ્રશ્નોતરી
પશ્ચિમ પહોળાઈનું છે. ઉત્તર-દક્ષિણ લાઈનમાં વિજયોઆદિનું માપ ૧૬૫૯ર યોજન અને ર કલાનું હોય છે. પ્રશ્ન: ૫૪. સોળ વક્ષસ્કાર પર્વતોનાં નામો ક્યા ક્યા છે? ઉત્તરઃ સોળ વક્ષસ્કારપર્વતોનાનામો આ પ્રમાણે :- (૧) ચિત્ર (૨) બ્રહ્મકૂટ(૩) નલિનીકૂટ (૪) એક શૈલ () ત્રિકૂટ (૬) વીશ્રમણ (૭) અંજનગિરિ (૮) માતંજગિરિ (૯) અંકાપાતી (૧૦) પક્ષાપાતી (૧૧) આશીવિષ (૧૨) સુખાવહ (૧૩) ચંદ્ર (૧૪) સુર (૧૫) નાગ (૧૬) દેવ. પ્રશ્ન પપ. વક્ષસ્કાર પર્વતો ઉપર શું શું હોય છે? ઉત્તરઃ દરેક વક્ષસ્કાર પર્વત ઉપર ચારચાર હટો હોય છે તે દરેકના એક એક ફુટ ઉપર સિદ્ધાયતન (જિનચૈત્ય) છે અને બાકીનાં ત્રણ ત્રણ ફુટો ઉપર પ્રાસાદો આવેલા છે. એમ કૂલ ૧૬ જિન ચૈત્યો છે. પ્રશ્નપ૬. અંતરનદીઓ જે કહેલી છે તેનાં જન્મકુંડવિસ્તારાદિ કેટલાં કેટલાં હોય છે? ઉત્તર૧૨ અંતરનદીઓના (જે વિજય અને વિજયની વચમાં આવેલી છે તે) ૧૨ જન્મકુંડો છે તે નિષધ અને નીલવંત પર્વતની નીચે હોય છે. તે ૧૨૦થોજન વિસ્તારવાળા અને સાડા બાર યોજનનાં દ્રારવાળા હોય છે. પ્રશ્ન પ. આ કુંડોમાં શું આવેલ છે?તે કેટલા વિસ્તારવાળા હોય છે? તેના ઉપર શું હોય છે? ઉત્તરઃ આ કુંડોમાં દેવીદ્વીપો આવેલા છે તે ૧૬ યોજન વિસ્તારવાળા છે તેના ઉપર દેવી ભવન છે. પ્રશ્ન ૨૮બારે નદીઓનો વિસ્તાર તથા ઊંડાઈ કેટલી છે? તથા કોને મળે છે? ઉત્તરઃ બારે નદીઓ ૧૦યોજન ઊંડી તથા ૧૨૫યોજન વિસ્તારવાળી છે. બધી સરખી જ હોય છે. તે સીતા નદીને તથા સીતોદા નદીને મળે છે. પ્રશ્ન ૫૯. બારે નદીઓનાં નામો ક્યા ક્યા છે? ઉત્તરઃ બારે નદીઓનાં નામો આ પ્રમાણે છેઃ- (૧) ગ્રાહવતી (૨) દ્રવતી (૩) વેગવતી (૪) તપ્તા (૫) મત્તા (૬) ઉન્મત્તા (૭) ક્ષીરોદા (૮) શીત સ્ત્રોતા (૯) અંતર્વાહિની (૧૦) ઉર્મીમાલીની (૧૧) ગંભીરમાલીનીઅને (૧૨) કેનમાલીની.