________________
લઘુસંગ્રહણી
પ્રશ્ન : ૪૬.સીતા નદીની એક બાજુ વિજય,વક્ષસ્કાર પર્વત તથા નદીઓ કેટલી હોય છે? ઉત્તર : સીતા નદીની એક બાજુ ૮ વિજયો, ચાર વક્ષસ્કાર પર્વતો તથા ત્રણ અંતરનદીઓ તથા છેલ્લે એક વન હોય છે. પ્રશ્નઃ ૪૭. સીતા નદીની બીજી બાજુ શું આવેલ છે? ઉત્તર : સીતા નદીની બીજી બાજુ પણ ૮ વિજય, ચાર વક્ષસ્કાર પર્વતો, ત્રણ અંતરનદીઓ અને છેલ્લે એક વન આવેલ છે. પ્રશ્ન: ૪૮.મેરૂ પર્વતની પશ્ચિમ દિશા બાજુ કઈ નદી આવેલી છે? ઉત્તર : મેરૂ પર્વતની પશ્ચિમ દિશા બાજુ સીતાદા નદી આવેલી છે. પ્રશ્ન : ૪૯. સીતાદા નદીની એક બાજુ ઉત્તર દિશા તરફ શું શું આવેલ છે? ઉત્તરઃ સીતોદાનદીની એક બાજુ ઉપર જણાવ્યા મુજબ વિજયો, વક્ષસ્કાર પર્વત અને ૩ અંતરનદીઓ તથા છેલ્લે જગતી સુધીનું એક વન આવેલ છે. પ્રશ્ન: ૫૦. સીતાદા નદીની બીજી બાજુ શું શું આવેલ છે? ઉત્તરઃ સીતાદા નદીની બ્રીજી બાજુ ઉપર મુજબ ૮ વિજયો, વક્ષસ્કાર પર્વતો, ૩ અંતરનદીઓ અને છેલ્લે જગતી સુધીનું વન આવેલ છે. પ્રશ્નઃ ૫૧. જગતી સુધી વન આવેલ છે તેનો વિસ્તાર-લંબાઈ આદિ કઈ રીતે હોય છે? ઉત્તર : જગતી સુધીનું વન ૨૯૨૨ યોજન તે વનના મધ્યભાગનું હોય છે. ત્યારબાદ દક્ષિણ અને ઉત્તર બંને બાજુ ઘટતું જાય છે. જગતી તરફ ઘટતું હોય છે. અને વિજય તરફ તો સીધી લાઈનમાં હોય છે. પ્રશ્નઃ પર પૂર્વ-પશ્ચિમ થઈને મહાવિદેહ ક્ષેત્રમાં શું શું આવેલું છે? ઉત્તર : પૂર્વ-પશ્ચિમ થઈને કુલ ૩ર વિજયો, ૧૬વક્ષસ્કાર પર્વતો, ૧૬ અંતરનદીઓ, બે છેડાના વનો, વચમાં ભદ્રશાલવન અને ભદ્રશાલવનની મધ્યમાં મેરૂ પર્વત આવેલ છે. પ્રશ્ન: પ૩. વિજયાદિનું બતાવેલ માપ કઈ દિશાઓનું છે? તેની બીજી દિશાઓનું માપ કેટલું હોય છે? ઉત્તરઃ વિજયો-વક્ષસ્કાર પર્વત, અંતરનદીઓ અને વનનું બતાવેલ માપ પૂર્વ