________________
વધુ સંગ્રહણી
તે કેટલાં ઉંચા હોય છે? ઉત્તરઃ સીતા અને સીતાદા નદીઓ ચારે દિશામાં વહેતી હોવાથી ત્યાંથી વહે છે તથા ચારે વિદિશામાં એક એક એમ ચાર ગજદંતગિરિ આવેલા હોવાથી ચૈત્યો નદીના કિનારા ઉપર અને પ્રાસાદો ગિરિકૂટોની જોડે છે. આ આઠેય કૂટોને કરિકૂટો કહેવાય છે તે દરેક ૫00 યોજન ઉચા હોય છે. નવમો સહસ્ત્રાંક કૂટ અત્રે નથી, પ્રમઃ ૨૮. મેરૂ પર્વત સંબંધી કુલ કેટલા ચૈત્યો છે? કઈ રીતે? ઉત્તરઃ મેરૂપર્વત સંબંધી કુલ ૧૭ ચૈત્યો છે. તે આ પ્રમાણે ૪ ભદ્રશાલવનનાં, ૪નંદનવનનાં, ૪ સોમનસવનનાં, ૪પાંડકવનનાં અને ૧ ચૂલીકા ઉપરનું કુલ ૧૭ ચૈત્યો થાય છે.
મહાવિદેહ ક્ષેત્રનું વર્ણન પ્રશ્ન: ર૯. મેરૂપર્વતની પૂર્વ તરફ શું આવેલું છે? તથા કઈ દિશાઓમાંથઈ કેટલા યોજનોવાળી કઈ નદી વહે છે અને તે કઈ દિશાથી કોને મળે છે? ઉત્તરઃ મેરૂની પૂર્વ તરફ ૨૨૦૦૦યોજનભદ્રશાલવનછે. ત્યારબાદ ઉત્તર અને દક્ષિણની વચમાં (મધ્યમાં) ભદ્રશાલવનની અંદરથી વહેતી આવતી ૫૦૦ યોજન ઉત્તર દક્ષિણ પહેલી સીતા નામની નદી છે. એ નદી વહેતી વહેતી પૂર્વ તરફ લવણસમુદ્રને મળે છે પ્રશ્ન ૩૦. આ નદીની બન્ને બાજુએ લગોલગ શું આવેલ છે? તે કેટલાયોજનની છે? ઉત્તરઃ આ નદીની બંને બાજુ (ઉત્તર-દક્ષિણ બંને બાજુ) ભદ્રશાલવન પૂર્ણ થાય ત્યારપછી એટલે કે ભદ્રશાલવનની લગોલગએકવિજયઆવેલી છે. તે ૨૨૧૨ યોજન ૭૮ કલાની છે. પ્રશ્ન ૩૧. પહેલી વિજય પછી શું આવેલ છે? અને તે કેટલાયોજનની પહોળાઈ વાળો છે? ઉત્તરઃ પહેલી વિજય પછી પૂર્વ-પશ્ચિમ પહોળો વક્ષસ્કાર પર્વત આવેલો છે તે ૫૦૦ યોજન પહોળાઈવાળો છે. પ્રશ્ન: ૩૨. વક્ષસ્કાર પર્વત પછી શું આવેલું છે? ઉત્તર : વક્ષસ્કાર પર્વત પૂર્ણ થયા પછી બીજી વિજય આવેલી છે.