________________
પ્રશ્નોતરી
ઉત્તરઃ તે અભિષેક શિલાઓનાં નામો આ પ્રમાણે :- પૂર્વ તરફની અભિષેક શિલાનું નામ પાંડુકમ્બલા પશ્ચિમ તરફની અભિષેક શિલાનું નામ રત્નકમ્બલા
આ બન્ને અભિષેક શિલા ઉપર બબ્બે સિંહાસનો છે. ઉત્તર તરફની અભિષેક શિલા અતિ રક્તમ્બલા, દક્ષિણ તરફની અભિષેકશિલા અતિ પાંડુકમ્બલા. આ બને અભિષેક શિલાઓ ઉપર એક એક સિંહાસન છે. આ રીતે ચાર અભિષેક શિલાના છ સિંહાસનો થાય છે. પ્રશ્ન: ૨૦. આ સિંહાસનોની લંબાઈ વગેરે કેટલી કેટલી હોય છે? બધા શેનાથી વીંટળાયેલા છે? ઉત્તરઃ આ છએ સિંહાસનો ૫૦૦ ધનુષ લાંબા, ૨૫૦ ધનુષ પહોળા અને ૪ યોજને ઉંચા (જાડા) હોય છે. આ સિંહાસનો ચુલીકા, વેદિકા અને વનથી વીંટળાયેલાં છે. પ્રશ્નઃ ૨૧.સોમનસવન કોના સરખું છે? શેના સિવાય? ઉત્તર : અભિષેક શિલાઓ સિવાય સોમનસવન પાંડકવન જેવું જ છે. પ્રશ્નઃ ૨૨. નંદનવન કોના સરખું છે? ઉત્તર: નંદનવન સોમનસવન સરખું છે. પ્રશ્નઃ ૨૩. નંદનવનની દિશાઓનાં ચૈત્યો તથા વિદશાઓના પ્રાસાદોની વચમાં શું આવેલું છે? ઉત્તરઃ નંદનવનની દિશાઓનાં ચૈત્યો તથા વિદશાઓના પ્રાસાદોની વચમાં ઉર્ધ્વલોકની આઠ દિશિકુમારીઓનો એક એક ગિરિકૂટ આવેલો છે એમ કુલ ૮ ગિરિકૂટો આવેલા છે. પ્રશ્ન: ૨૪. આ ગિરિકૂટોની ઉંચાઈ કેટલી છે? ઉત્તર : ગિરિકૂટોની ઉચાઈ ૫૦૦ યોજનની છે. પ્રશ્નઃ ૨૫. નવમો કયો કૂટ હોય? તે કોનો હોય? તથા કેટલો ઉંચો હોય છે? ઉત્તરઃ નવમો ૯૯ અધિપતિનો૯૯ ફૂટ આવેલો છે તે ૧૦૦૦યોજન ઉચો છે. પ્રશ્નઃ ૨૬. ભદ્રશાલવન કોના જેવું છે? અને તેમાં શું ફેર છે? ઉત્તરઃ ભદ્રશાલવન નંદનવન સરખું જ છે પણ વિસ્તારમાં ફેર છે. પ્રશ્નઃ ૨૭. ભદ્રશાલવનમાં શું શું રહેલું હોય છે? અને તે કૂટોને શું કહેવાય?