________________
લધુસંગ્રહણી
પ્રશ્ન ૧૩. તે ચૈત્યમાં પ્રતિમાજી કેટલા છે? અને તેના દશન ક્યા જીવા આવે છે? ઉત્તર : આ જિન ચૈત્યમાં ૧૦૮ પ્રતિમાજીઓ છે. ત્યાં ફક્ત દેવ અને દેવીઓ જ તેના દર્શને આવે છે. પ્રશ્ન ૧૪. ચૂલીકાની ચારે બાજુ શું આવેલું છે? તે કેટલા યોજન દૂર છે? અને તે કેટલા યોજન લંબાઈ-પહોળાઈ-ઉંચાઈવાળું છે? ઉત્તરઃ ચૂલીકાની ચારે બાજુ ૫૦ યોજન દૂર પાંડુકવનમાં એક એક જિન ચૈત્ય આવેલું છે. (એમ ચારે દિશાના ચાર જિન ચૈત્ય થાય) તે દરેક જિનચૈત્ય ૫૦ યોજન લંબાઈ ૨૫ યોજન પહોળાઈ અને ૩૬ યોજન ઊંચાઈવાળા છે. પ્રશ્ન ૧૫. તે દરેક જિન ચૈત્યમાં કેટલી કેટલી પ્રતિમાઓ છે? ઉત્તરઃ તે દરેક જિન ચૈત્યમાં એકસો ચોવીસ (૧૨૪) જિન પ્રતિમાઓ છે. તે ચારેયની કુલ ૪૯૬ પ્રતિમાઓ થાય છે. પ્રશ્ન ૧૬. ચૂલીકાની ચારેય વિદિશાઓમાં શું આવેલું છે? તેની લંબાઈ વગેરે કેટલી છે? ઉત્તરઃ ચૂલીકાની ચારેય વિદિશાઓમાં પ્રાસાદો આવેલા છે. તે ૫૦૦ યોજન ઉંચા અને ૨૫૦ યોજના સમચોરસ વિસ્તારવાળા છે. પ્રશ્ન: ૧૭. ચૂલિકાની વિદિશાઓનાં પ્રાસાદા પાસે ચારેબાજુ શું આવેલું છે?તેની લંબાઈ આદિ કેટલી છે? ઉત્તર: પ્રાસાદની ચારેબાજુ એકએકવાપીકા આવેલી છે એમ કુલ ૧૬ વાપીકા થાય છે તે દરેક વાપીકા ૫૦ યોજન લાંબી અને ૨૫ યોજન પહોળી છે. પ્રશ્નઃ ૧૮. પાંડવકવનમાં ચૈત્ય અને વનના છેડાની મધ્યમાં શું આવેલું છે? તેની લંબાઈ વગેરે કેટલી કેટલી છે ? ઉત્તર : પાંડવકવનમાં ચૈત્ય અને વનના છેડાની મધ્યમાં ચૂલીકાની ચારે દિશાઓમાં એક એક અભિષેક શિલા આવેલી છે તે શિલા ઉત્સધ અંગુલે ૪ યોજન ઉંચી, ૫૦૦યોજન લાંબી અને ૨૫૦યોજન પહોળી છે. તે જૈત વેદીકા અને વન સહિત હોય છે. પ્રશ્નઃ ૧૯. તે અભિષેક શિલાઓના નામો કયા ક્યા છે? તથા તેની ઉપર સિંહાસનો કેટલા છે? કુલ કેટલા કેટલા થાય છે? -