________________
પ્રશ્નોતરી
યોજન થાય છે. પ્રશ્ન ૬. મેરૂ પર્વતના મૂળમાં વિખંભ કેટલો છે? તથા સમભૂતલાના પડ પાસે વિખંભ કેટલે છે? ઉપર વિસ્તાર કેટલો છે? તથા ક્યા આકારે હોય છે? ઉત્તર : મૂળમાં વિખંભ ૧૦૦૯૦ ૧૦/૧૧ યોજન છે. સમભૂલા પૃથ્વીએ ૧૦000 યોજન વિસ્તાર છે. ઉપરના તળીએ ૧૦૦૦યોજન વિસ્તાર છે. આ પર્વત ગોળ વૃત્ત આકારે હોય છે. પ્રશ્ર ૭. ભદ્રશાલવન ક્યાં આવેલું છે? અને તેનો વિસ્તાર કેટલો છે? ઉત્તરઃ મેરૂપર્વતની ચારે બાજુ જમીન ઉપરભદ્રશાલવન આવેલું છે તે પૂર્વ તેમજ પશ્ચિમે બાવીશ બાવીશ હજાર યોજન અને ઉત્તર-દક્ષિણ અઢીસો અઢીસોયોજન વિસ્તારવાળું છે. પ્રશ્ન ૮. નંદનવન ક્યાં આવેલું છે? અને તેનો વિસ્તાર કેટલો છે? ઉત્તર : મેરૂપર્વતની જમીનની સપાટીથી ૫૦૦ યોજન ઉચાઈએ ચારે બાજુ મેરૂપર્વતને ફરતું નંદનવન આવેલું છે. તે ૫૦૦ યોજનાના વિસ્તારવાળું છે.. પ્રશ્ન ૯. સોમનસવન ક્યાં આવેલું છે? અને તેનો વિસ્તાર કેટલો છે? ઉત્તરઃ નંદનવનથી ઉપર ૬૨૫૦૦ યોજન ઉંચે મેરૂપર્વતને ચારે બાજુ ફરતું સોમનસવન આવેલું છે. ૫૦૦ યોજનાના વિસ્તારવાળું છે. પ્રશ્ન ૧૦. પાંડુકવન ક્યાં આવેલું છે? અને તેનો વિસ્તાર કેટલો છે? ઉત્તરઃ સોમનસવનથી ૩૬૦૦૦યોજન ઉંચે મેરૂપર્વતના ઉપરના તળીયામાં પાંડુકવન આવેલું છે. તે ૫૦૦ યોજન વિસ્તારવાળું છે. પ્રશ્ન ૧૧. પાંડુકવનની મધ્યમાં શું આવેલું છે? અને તેનો વિસ્તાર તથા ઉચાઈ કેટલી છે? ઉત્તરઃ પાંડુકવનની મધ્યમાં ચૂલીકા આવેલી છે તે ૪૦યોજન ઉંચી, નીચે ૧૨ યોજન વિધ્વંભવાળી અને ઉપરના તળીએ ૪ યોજન વિધ્વંભવાળી છે. પ્રશ્ન ૧૨. ચૂલીકાની ઉપર મધ્યમાં આવેલું છે? અને તેની લંબાઇ-પહોળાઈ ઉચાઈ કેટલી છે? ઉત્તરઃ ચૂલીકાની ઉપર મધ્યમાં એક જિન ચૈત્ય આવેલું છે તે મધ્યમાં ૧ ગાઉ લાંબુ, વા (અડધો) ગાઉ પહોળું અને ૧૪૪૦ ધનુષ ઉંચું છે.