________________
પ્રશ્નોત્તરી
છે. છ પર્યાપ્તિ છ દિશિનો આહાર દીર્ઘકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, મનુષ્ય તથા ગર્ભજ તિર્યંચને વિષે આ જીવો મરીને ઉત્પન્ન થાય છે. તથા મનુષ્યો તેમજ ગર્ભજ તિર્યંચ મરીને દેવપણે ઉત્પન્ન થાય છે. પુરૂષવેદ સ્ત્રીવેદ બે વેદ હોય છે. પ્રશ્ન ૪૮૪. વૈમાનિકનો ત્રીજા-ચોથા દેવલોકના ૨૪ દ્વારા સમજાવો. ઉત્તરઃ વૈક્રિય, તૈજસ, કામણ ત્રણ શરીર, શરીરની અવગાહના છ હાથની, સંઘયણ નથી, ચાર સંજ્ઞા, ૧લું સંસ્થાન, ચાર કષાય, પાંચ ઇન્દ્રિય, વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, પાંચ સમુદ્ધાત, ત્રણ દ્રષ્ટિ, ત્રણ દર્શન, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, વૈક્રિયદ્રિક, કાર્મણ, ચાર મનના, ચાર વચનના એમ ૧૧ યોગ, સાકાર-નિરાકાર બે ઉપયોગ, એકસમયમાં ૧-૨ સંખ્યાતા, અસંખ્યાતા જીવો એવે છે, અને ઉત્પન્ન થાય છે. છ પર્યાપ્તિ, છ દિશિનો આહાર, દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા, મનુષ્યો અને તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યો અને તિર્યંચો મરીનેત્રીજા ચોથા દેવલોકમાં ઉત્પન્ન થઈ શકે છે. પુરૂષવેદ એક જ હોય છે. એક પદ્મ લેશ્યા હોય છે.' પ્રશ્ન ૪૮૫. પાંચમા અને છઠ્ઠા દેવલોકમાં રહેલા દેવોમાં ૨૪ દ્વારા સમજાવો. ઉત્તર વૈક્રિય, તૈજસ, કાર્મણ, ત્રણ શરીર, શરીરની અવગાહના પાંચ હાથની, સંઘયણ નથી, ચાર સંજ્ઞા, ૧લું સંસ્થાન, ચાર કષાય, પાંચ ઇન્દ્રિય, તેજો વેશ્યા, વૈક્રિય વેદના-મરણ-કષાય, તૈજસ, પાંચસમુધાત, ત્રણ દ્રષ્ટિ, ત્રણ દર્શન, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, વૈક્રિયદ્વિક, કાર્મણ, ચાર મનના, ચાર વચનના ૧૧ યોગ, સાકાર-નિરાકાર બે ઉપયોગ. ૧ સમયમાં સંખ્યાતા-અસંખ્યાતા દેવો આવે છે, અને ઉત્પન્ન થાય છે. છ પર્યાપ્તિ, છદિશિનો આહાર, દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિયચોમાં ઉત્પન્ન થાય છે. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચો મરીને પાંચમા છઠ્ઠા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. પુરૂષવેદ એક વેદ છે. પ્રશ્ન ૪૮૬. સાતમા આઠમા દેવલોકમાં ૨૪ દ્વારા સમજાવો. ઉત્તરઃ વૈક્રિય, તૈજસ, કાર્મણ, ત્રણ શરીર, શરીરની અવગાહના ચાર હાથની, સંઘયણ નથી. ચાર સંજ્ઞા, ૧લું સંસ્થાન, ચાર કષાય, પાંચ ઇન્દ્રિય, પદ્મવેશ્યા,