________________
પ્રશ્નોત્તરી
જીવો ચ્યવેછે. ૧-૨ યાવત્ સંખ્યાતા ઉત્પન્ન થાય છે. ત્રણ પલ્યોપમનું આયુષ્ય, છ પર્યાપ્તિ, છ દિશિનો આહાર દીર્ધ કાલિકી-દ્રષ્ટિ વાદોપદેશિકી સંજ્ઞા, મનુષ્યોના જીવો મરીને ૨૪ દંડકોમાં જાય છે. તેઉકાય, વાયુકાય; બે દંડક સિવાયના ૨૨ દંડકના જીવો મરીને ગર્ભજ મનુષ્યો રૂપે ઉત્પન્ન થઈ શકે છે. સ્ત્રી-પુરુષવેદ- નપુંસકવેદ ત્રણ વેદ હોય છે.
૭૦
પ્રશ્ન ૪૭૯. ભવનપતિના અસુરકુમાર દેવોના૨૪ દ્વારો સમજાવો. ઉત્તર : વૈક્રિય, તૈજસ, કાર્મણ ત્રણ શરીર, સાત હાથની શરીરની અવગાહના, એક પણ સંઘયણ ન હોય, ચાર સંજ્ઞા, ૧લું સંસ્થાન, ચાર કષાય, ૧લી ચાર લેશ્યા, પાંચ ઇન્દ્રિય, વેદના, કષાય- મરણ- વૈક્રિય- તૈજસ, પાંચ સમુદ્ધાત, ત્રણ દ્રષ્ટિ, ત્રણ દર્શા, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, વૈક્રિય ક્રિક, કાર્યણ, ચાર મનના, ચાર વચનના ૧૧ યોગ, સાકાર-નિરાકાર બે ઉપયોગ, એક સમયમાં ૧-૨ સંખ્યાતા અસંખ્યાતા ચ્યવે છે. ઉત્પન્ન થાય છે. સાગરોપમથી અધિક સ્થિતિ હોય છે. છ પર્યાપ્તિ, છદિશિનો આહાર, દીર્ધકાલિકી, દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, મનુષ્ય અને તિર્યંચો આ પાંચ દંડકોમાં જાય છે. મનુષ્યો તિર્યંચો મરીને ઉત્પન્ન થાય છે. પુરૂષવેદ સ્ત્રીવેદ એમ બે વૈદ હોય છે.
પ્રશ્ન ૪૮૦, ભવનપતિના નવ દંડકોના ૨૪ દ્વારો સમજાવો.
ઉત્તર : વૈક્રિય, તૈજસ, કાર્મણ, ત્રણ શરીર સાત હાથની શરીરની અવગાહના, સંઘયણ હોતું નથી. ચાર સંજ્ઞા, પહેલું સંસ્થાન, ચાર કષાયો, પહેલી ચાર લેશ્યા, પાંચ ઇન્દ્રિયો, વેદના-કષાય, મરણ, વૈક્રિય, તેજસ પાંચ સમુધાત, ત્રણ દ્રષ્ટિ, ચક્ષુ-અચક્ષુ, અવિધ, ત્રણ દર્શન ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, સાકાર નિરાકાર ઉપયોગ ૨, વૈક્રિયદ્ધિક કાર્યણ, ચાર મનના, ચાર વચનના ૧૧ યોગ. એક સમયમાં સંખ્યાત અથવા અસંખ્યાત ચ્યવે છે અને ઉત્પન્ન થાય છે. બે પલ્યોપમમાં કાંઈક ન્યૂન સ્થિતિ હોય છે. છ પર્યાપ્તિ, છ દિશિનો આહાર, દીર્ધકાલિકિ, દ્રષ્ટિવાદોપદેશિકી બે સંજ્ઞા, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, મનુષ્ય અને તિર્યંચ પાંચ દંડકમાં જાય છે. મનુષ્યો અને તિર્યંચો મરીને ઉત્પન્ન થાય છે. પુરુષવેદ-સ્ત્રીવેદ બે વેદ હોય છે.