________________
૬૮
પ્રશ્નોત્તરી
યોગ. સાકાર અને નિરાકાર બે ઉપયોગ. એક સમયમાં સંખ્યાતા, અસંખ્યાતા અનંતા ચ્યવે છે. ઉત્પન્ન થાય છે. દશ હજાર વરસનું આયુષ્ય હોય છે. પહેલી ચાર પર્યાપ્તિઓ હોયછે. ત્રણ-ચાર-પાંચ-છદિશિનો આહાર, હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોતી નથી. પૃથ્વી આદિ દર્શ દંડકોમાં મરીને જાય છે. પૃથ્વી આદિ દશે દંડકોમાંથી મરીને વનંસ્પતિકાય રૂપે ઉત્પન્ન થાય છે. (પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્યંચ અને મનુષ્ય) આ દશ દંડક કહેવાય. નિયમા નપુંસક વેદ જ હોય છે. પ્રશ્ન ૪૭૪. બેઇન્દ્રિય જીવોમાં ૨૪ દ્વારો સમજાવો.
ઉત્તર : ઔદારિક, તૈજસ, કાર્મણ ત્રણ શરીર, બાર યોજનની અવગાહના, છેવકું સંઘયણ, પહેલી ચાર સંજ્ઞા, હુંડકસંસ્થાન ચાર કષાય, પહેલી ત્રણ લેશ્યા, સ્પર્શના, રસનાબેઇન્દ્રિય, ઔદારિક ડ્રિંક, કાર્પણ, ત્રણ યોગ, સાકારનિરાકાર બે ઉપયોગ, મિથ્યાદ્રષ્ટિ, સમ્યક્ દ્રષ્ટિ બે દ્રષ્ટિ હોય છે. અચક્ષુદર્શન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન બે અજ્ઞાન, જ્ઞાન એક પણ હોતું નથી. એક સમયમાં સંખ્યાતા અસંખ્યાતા જીવો આવે છે. અને ઉત્પન્ન થાય છે. બાર વર્ષનું આયુષ્ય હોય છે. પહેલી પાંચ પર્યાપ્તિઓ,નિયમા છદિશિનોઆહાર, હેતુવાદોપદેશિકી સંજ્ઞા, પૃથ્વી આદિ દશ દંડકોમાં મરીને જાય છે. પૃથ્વી આદિ દશ દંડકોમાંથી મરીને બેઇન્દ્રિયપણાએ ઉત્પન્ન થાય છે. બેઇન્દ્રિય જીવો નપુંસક વેદી હોય છે. વેદના, કષાય, મરણ ત્રણ સમુદ્ધાત હોય છે.
પ્રશ્ન ૪૭૫. તેઇન્દ્રિયજીવોના ૨૪ દ્વારો સમજાવો.
ઉત્તર : ઔદારિક, તૈજસ, કાર્મણ ત્રણ શરીર, ત્રણ ગાઉની અવગાહના, છેવટ્ટુ સંધયણ, ચાર સંજ્ઞાઓ, હુંડક સંસ્થાન, ચાર કષાય, પહેલી ત્રણ લેશ્યા, સ્પર્શના-રસના અને પ્રાણેન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, વેદના-કષાય અને મરણ, ત્રણ સમુદ્ધાત, મિથ્યાદ્રષ્ટિ અને સમ્યક્ દ્રષ્ટિ, અચક્ષુદર્શન. જ્ઞાન એક પણ હોતું નથી. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન બે અજ્ઞાન, ઔદારિક દ્વિક અને કાર્યણ ત્રણ યોગ, સાકાર-નિરાકાર બે ઉપયોગ, એક સમયમાં સંખ્યાત-અસંખ્યાતા ચ્યવે છે. અને ઉત્પન્ન થાય છે. ૪૯ દિવસનું આયુષ્ય હોય છે. પહેલી પાંચ પર્યાપ્તિઓ હોય છે. નિયમા છ દિશિનો આહાર હોય છે. હેતુવાદોપદેશિકી