________________
પ્રશ્નોત્તરી
૬૮.
સદંતર વ્યાપારનો ત્યાગ થઈ જાય અને મારો આત્મા જલ્દી મોક્ષ પદ પામે એવો પુરુષાર્થ કરવાની ભાવના રહે તેવી શક્તિ આપો.એ જ પ્રાર્થના.
સિરિ જિણહંસ મણીસર, જે સિરિ ધવલચંદ સીસણ,
ગજ સારેણ લિહિયા, એસા વિનતિ અપ્પહિયા.... ૪૨ | ભાવાર્થ :- આત્માને હિત કરનારી આ વિજ્ઞપ્તિ શ્રી જિનહિંસ મુનિશ્વરના રાજયમાં શ્રી ધવલચંદ મુનિના શિષ્ય શ્રી ગજસાર મુનિએ લખી છે. / ૪૧/ પ્રશ્ન ૪૬૫. આ દંડકેપદની વૃત્તિ અને વિજ્ઞપ્તિ કોને લખેલી છે? ઉત્તર: આ દંડકપદની વૃત્તિ તથા આત્માને હિત કરનારી એવી વિજ્ઞપ્તિ એટલે વિનંતિ શ્રી જિનહંસ મુનિવરના રાજયમાં શ્રી ધવલચંદ મુનિના શિષ્ય જે ગજસાર મુનિ થયા તેમને આ વિજ્ઞપ્તિ લખેલી છે. તો હે ભવ્ય જીવો તે વિજ્ઞપ્તિવાંચી, સાંભળી જાણીને સૌ કોઈ વહેલામાં વહેલા મુક્તિપદને પામો એવી અભિલાષા છે. પ્રશ્ન ૪૬૬. નરકગતિમાં પહેલીથી છ નરકમાં ૨૪ તારો સમજાવો. ઉત્તર : પહેલીલી છ નરકમાં ત્રણ શરીર હોય છે - વૈક્રિય, તૈજસ, કામણ. નારકીની અવગાહના શરીરની જધન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે. ઉત્કૃષ્ટથી શા ધનુષ ૬ અંગુલ, ૧૫ હાથ ૧૨ અંગુલ, ૩૧ ધનુષ, ૬રા ધનુષ, ૧૨૫ધનુષ અને ૨૫૦ધનુપ અનુક્રમે હોય છે. સંઘયણ હોતા નથી. ચાર સંજ્ઞા હોય છે. ચાર કષાય હોય છે. હુંડક સંસ્થાન હોય છે. પહેલી ત્રણ લશ્યા હોય છે. પાંચ ઇન્દ્રિય હોય છે. વેદના, કપાય, મરણ અને વૈક્રિય આચારસમુદુધાત હોય છે. ત્રણેય દ્રષ્ટિ હોય છે. પહેલા ત્રણ દર્શન હોય છે. પહેલા ત્રણ જ્ઞાન હોય છે. પહેલા ત્રણ અજ્ઞાન હોય છે. ચાર મનના, ચાર વચનના, વૈક્રિય દ્રિક અને કાર્પણ એ ૧૧ યોગ હોય છે. ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન એમ ૯ ઉપયોગ હોય છે. એક સમયમાં એક, બે, સંખ્યાતા, અસંખ્યાતા જીવો એવે છે, અને ઉત્પન્ન થાય છે. નારકીની સ્થિતિ ૨૨ સાગરોપમની ઉત્કૃષ્ટથી હોય છે. છ પર્યાપ્તિ હોય છે. છ દિશિનો આહાર હોય છે. દ્રષ્ટિવાદોપદેશિકી અને દીર્ધકાલિકી એ બે સંજ્ઞા હોય છે. નારકીના જીવો મરીને સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યતિર્યંચમાં જાય છે. અને ત્યાંથી મરીને જનરકમાં આવે છે.