________________
દંડક
પ્રશ્ન ૪૫૭. તિર્યંચ પંચેન્દ્રિય કરતાં બે ઇન્દ્રિય જીવો કેટલા અધિક છે? ઉત્તર : તિર્યંચ પંચેન્દ્રિય કરતાં ઇન્દ્રિય જીવો વિશેષાધિક છે. પ્રશ્ન ૪૫૮. બેઇન્દ્રિય જીવ કરતાં તે ઇન્દ્રિય જીવો કેટલા અધિક છે? ઉત્તર: બેઇન્દ્રિય જીવો કરતાં તે ઇન્દ્રિય જીવો વિશેષાધિક છે. પ્રશ્ન ૪૫૯. ઇન્દ્રિય જીવો કરતા પૃથ્વીકાય જીવો કેટલા ગુણા છે? ઉત્તરઃ ઇન્દ્રિય જીવો કરતાં પૃથ્વીકાય જીવો અસંખ્યાત ગુણા છે. પ્રશ્ન ૪૬૦. પૃથ્વીકાય જીવો કરતાં અપકાય જીવો કેટલા ગુણા છે? ઉત્તરઃ પૃથ્વીકાય જીવો કરતાં અપકાય જીવો અસંખ્યાત ગુણા છે. પ્રશ્ન ૪૬૧. અપકાય જીવો કરતાં વાયુકાય જીવો કેટલા ગુણા છે? ઉત્તરઃ અપકાય જીવો કરતાં વાયુકાય જીવો અસંખ્યાત ગુણા છે. પ્રશ્ન ૪૬૨. વાયુકાય જીવ કરતાં વનસ્પતિકાય જીવો કેટલા ગુણા છે? ઉત્તરઃ વાયુકાય જીવો કરતાં વનસ્પતિકાય જીવો અનંતગુણા છે. પ્રશ્ન ૪૬૩. આ ચોવીશે દંડકોમાં જીવ કેટલીવાર ભટક્યા છે? ઉત્તરઃ જે જીવો પોતાનો ધર્મ એટલે આત્મિક ગુણો પેદા કરવાની સન્મુખ થયેલા નથી તે જીવો આ ર્ચોવીશદંડકોમાં ભમ્યા હતા. વર્તમાનમાં ભમે છે. અને જ્યાં સુધી આત્મિક ગુણો પેદા કરવાની ઇચ્છા નહિ થાય ત્યાં સુધી ભમ્યા કરશે. આ રીતે જીવોઅનંતીવાચોવીશે દંડકોમાં ભમ્યા છે. એ રીતે મારો જીવ પણ અનંતીવાર ભમ્યો છે. હવે ભમવું નથી તેવી ભગવાનપાસપ્રાર્થના કરાઈ છે.
સંપઇ તુમ્હ ભત્તરસ,-દંડ-પથ-ભમણ-ભગ્ન-હિયયમ્સ,
દંડતિય-વિરય-સુલહ, લહુ મમ દિનુ મુખપય.૪૧ ભાવાર્થ :-દંડક પદોમાં ભમવાથી હતાશ હૃદયવાળા તમારા ભક્તને હવે ત્રણ દંડની વિરતિથી સહેલાઈથી મળે તેવું મોક્ષ પદ જલ્દી આપ. . ૪૧ પ્રશ્ન ૪૬૪. ભગવાનને શું પ્રાર્થના કરાય છે? ઉત્તરઃ આ રીતે અનંતીવાર ભમીને આવ્યો છું એમ આ પ્રકારનું જ્ઞાન થયું છે. માટે હવે આ ભવ મળ્યા પછી મારે ભમવું નથી અને આત્મિક ગુણ પેદા કરવાની ભાવના પ્રગટ થઈ છે, તકરણથી મારા આત્માનેજલ્દીથી મોક્ષમાં મોક્લવે છે. એભાવનાના કારણે ઉભગવંત તમારા ભકતનતમારી ભક્તિસ્તાં કરતાં મનવચન અને કાયાના