________________
પ્રશ્નોત્તરી
૬૨
વિશેષાધિક તેનાથી તેઈન્દ્રિય જીવો વિશેષાધિક તેનાથી પૃથ્વીકાય જીવો અસંખ્યાતગુણાતેનાથી અકાય જીવો-અસંખ્યાતગુણા તેનાથી વાઉકાય જીવો અસંખ્યાતગુણા તેનાથી વનસ્પતિ જીવો અનંત કહેલા છે. તે જિનેશ્વર દેવ એ બધાય ભવો મેં અનંતીવાર પ્રાપ્ત કર્યા છે. / ૩૯-૪૦ પ્રશ્ન ૪૪૮. પર્યાપ્તા મનુષ્યો કેટલા કહેલા છે? ઉત્તરઃ પર્યાપ્તા મનુષ્ય સંખ્યાતા કહેલા છે. પ્રશ્ન ૪૪૯. મનુષ્યો કરતા બાદર અગ્નિકાય જીવો કેટલા ગુણા છે? ઉત્તરઃ મનુષ્યો કરતા બાદર અગ્નિકાય જીવો અસંખ્યાત ગુણા છે કારણ કે મનુષ્યો કરતાં તેઓનું ક્ષેત્ર વધારે છે. પ્રશ્ન ૪૫૦. બાદર અગ્નિકાય જીવો કરતાં વૈમાનિકના દેવતાઓ કેટલા ગુણાછે? ઉત્તરઃ બાદર અગ્નિકાય જીવો કરતાં વૈમાનિકના દેવતાઓ અસંખ્યાતગુણા હોય છે. પ્રશ્ન ૪૫૧. વૈમાનિક દેવો કરતાં ભવનપતિના દેવતાઓ કેટલા ગુણા છે? ઉત્તરઃ વૈમાનિકદેવો કરતાં ભવનપતિના દેવતાઓ અસંખ્યાત ગુણા છે. કારણ કે વિમાનો અધિક છે. પ્રશ્ન ૪પર. ભવનપતિ દેવો કરતાં નારકીઓના જીવો કેટલા ગુણા છે? ઉત્તર ભવનપતિના દેવો કરતાં નારકીઓના જીવો અસંખ્યાત ગુણા છે. કારણ કે નરકાવાસી અધિક છે. પ્રશ્ન ૪૫૩. નારકીઓ કરતાં વ્યંતર દેવો કેટલા ગુણા છે? ઉત્તર: નારકીના જીવો કરતાં વ્યંતર દેવો અસંખ્યાત ગુણા છે.. પ્રશ્ન ૪૫૪. વ્યંતર દેવો કરતાં જ્યોતિષી દેવો કેટલા છે? ઉત્તરઃ વ્યંતર દેવો કરતાં જ્યોતિષીદેવો અસંખ્યાત ગુણા છે. પ્રશ્ન ૪૫૫. જ્યોતિષી દેવો કરતાં ચરિન્દ્રિય જીવો કેટલા ગુણા છે? ઉત્તરઃ જ્યોતિષી દેવો કરતાં ચઉરિન્દ્રિય જીવો અસંખ્યાત ગુણા છે. પ્રશ્ન ૫૬. ચઉરિન્દ્રિય જીવો કરતાં તિર્યંચ પંચેન્દ્રિય કેટલા અધિક છે? ઉત્તરઃ ચઉરિન્દ્રિય જીવો કરતાં તિર્યંચ પંચેન્દ્રિય વિશેષાધિક છે.