SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ દંડક ઉત્તર ઃ સમૂર્છિમ મનુષ્યોની જધન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે. પ્રશ્ન ૪૪૨. સમૂર્છિમ મનુષ્યોને પર્યાપ્તિ કેટલી હોય છે ? ઉત્તર : સમૂમિ મનુષ્યોને મનઃપર્યાપ્તિ સિવાય પાંચ પર્યાપ્તિઓ હોય છે. પ્રશ્ન ૪૪૭. સમૂર્છિમ મનુષ્યોને કેટલી દિશાનો આહાર કરે છે ? ઉત્તર ઃ સમૂર્છિમ મનુષ્યો છ એ છ દિશાનો આહાર કરે છે. પ્રશ્ન ૪૪૪, સમૂર્છિમ મનુષ્યોને ત્રણ સંજ્ઞામાંથી કેટલી સંજ્ઞાઓ હોય છે ? ઉત્તર ઃ સમૂર્છિમ મનુષ્યોને ત્રણ સંજ્ઞામાંથી એક હેતુવાદોપદેશિકી સંજ્ઞા જ હોય છે. પ્રશ્ન ૪૪૫. સમૂર્છિમ મનુષ્યો મરીને કેટલા દંડકમાં ઉત્પન્ન થાય છે ? અને કેટલી ગતિમાં જાય છે ? ઉત્તર : સમૂર્છિમ મનુષ્યો મરીને દશ દંડકોમાં જાય છે. તે આ પ્રમાણે :- પાંચ સ્થાવર, વિક્લેન્દ્રિય-૩, તિર્યંચ અને મનુષ્ય. પ્રશ્ન ૪૪૬. સમૂર્છિમ મનુષ્યોરૂપે કેટલા દંડકવાળા જીવો ઉત્પન્ન થાય છે ? ઉત્તર : સમૂર્છિમ મનુષ્યોરૂપે આઠ દંડકના જીવો મરીને ઉત્પન્ન થઈ શકે છે. તે આ પ્રમાણે :- પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્ય. પ્રશ્ન ૪૪૭. સમૂર્છિમ મનુષ્યોને કેટલા વેદ હોય છે ? ઉત્તર ઃ સમૂર્છિમ મનુષ્યોને એક નપુંસક વૈદ જ હોય છે. હવે અલ્પબહુત્વ દ્વાર કહેવાય છે. પજ્જ મણુ બાયરગ્નિ, દ્રેસાણિય ભવણ તિરય વંતરિયા, જોઇસ ચઉપણતિરિયા, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય ભૂ આઊ II ૩૯ ॥ વાઊ વણસઈ ચ્ચિય, અહિયા અહિયા ક્રમેણિમે હુતિ, સવ્વુવિ ઇમે ભાવા, જિણા મએ અંતસો પત્તા ॥ ૪૦ || ભાવાર્થ :- પર્યાપ્તા મનુષ્યો સૌથી થોડા છે. તેથી પર્યાપ્તા-બાદર અગ્નિકાય અસંખ્યાત ગુણા, તેનાથી વૈમાનિક દેવો-અસંખ્યાત ગુણા, તેનાથી ભવનપતિદેવો અસંખ્યાતગુણા, તેનાથી નારકીઓ અસંખ્યાતગુણા, તેનાથી વ્યંતરદેવો અસંખ્યાતગુણા, તેનાથી જ્યોતિષીદેવો અસંખ્યાતગુણા-ચઉરીન્દ્રિય જીવો અસંખ્યાત ગુણા તેનાથી તિર્યંચ પંચેન્દ્રિય વિશેષાધિક તેનાથી બેઇન્દ્રિય જીવો
SR No.022307
Book TitleJivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1994
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy