________________
પ્રશ્નોત્તરી
પ્રશ્ન ૪૩૩. સમૂર્છાિમ મનુષ્યોને કેટલા દર્શન હોય છે? ઉત્તર ઃ સમૂર્છાિમ મનુષ્યોને બે દર્શન હોય છે - (૧) ચક્ષુદર્શન (૨) અચક્ષુદર્શન. પ્રશ્ર ૪૩૪. સમૂર્છાિમ મનુષ્યોને કેટલા જ્ઞાન હોય છે? ઉત્તર : સમૂર્છાિમ મનુષ્યોને એક પણ જ્ઞાન હોતું નથી. પ્રશ્ન ૪૩૫. સમૂર્છાિમ મનુષ્યોને અજ્ઞાન કેટલા હોય છે? ઉત્તર ઃ સમૂર્છાિમ મનુષ્યોને બે અજ્ઞાન હોય છે - (૧) મતિઅજ્ઞાન (૨) શ્રુતઅજ્ઞાન. પ્રશ્ન ૪૩૬. સમૂર્છાિમ મનુષ્યોને કેટલા યોગ હોય છે? ઉત્તરઃ સમૂર્છાિમ મનુષ્યોને ત્રણ યોગ હોય છે તે આ પ્રમાણે :- (૧) ઔદારિક કાયયોગ (૨) ઔદારિક મિશ્રયોગ (૩) કાર્પણ કાયયોગ. એક અપેક્ષાએ સમૂર્છાિમ મનુષ્યો ભાષા પર્યાપ્તિ અધુરીએ મરણ પામે છે. તે અપેક્ષાએ ભાષા પર્યાપ્તિની શરૂઆતથી અસત્યામૃષા વચનયોગની શરૂઆત થઈ કહેવાય. તે અપેક્ષાએ ચોથો યોગ માની શકાય છે. પ્રશ્ર ૪૩૭. સમૂર્છાિમ મનુષ્યોને કેટલા ઉપયોગ હોય છે? ઉત્તર : સમૂર્છાિમ મનુષ્યોને ચાર ઉપયોગ હોય છે: (૧) મતિ અજ્ઞાન (૨) શ્રુતઅજ્ઞાન (૩) ચક્ષુદર્શન (૪) અચક્ષુદર્શન. પ્રશ્ન ૪૩૮, સમૂર્છાિમ મનુષ્યોને ઉપપાત કેટલો હોય છે? ઉત્તરઃ સમૂર્છાિમ મનુષ્યોને જધન્યથી એક સમયમાં ૧-૨-૩ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા જીવો ઉપપાત પામે છે. પ્રશ્ન ૪૩૯. સમૂર્છાિમ મનુષ્યો કેટલા વન પામે છે? ઉત્તર : સમૂર્છાિમ મનુષ્યો એક સમયમાં જધન્યથી૧-૨-૩ ઓવે છે ઉત્કૃષ્ટથી અસંખ્યાતા આવે છે. પ્રશ્ન ૪૪૦. સમૂર્છાિમ મનુષ્યોનો વિરહ કાળ કેટલો છે? ઉત્તર સમૂર્છાિમ મનુષ્યોનો વિરહ કાળ જધન્યથી એક સમયનો છે. ઉત્કૃષ્ટથી ર૪ મુહૂર્તનો કહેલો છે. પ્રશ્ન ૪૪૧. સમૂર્છાિમ મનુષ્યોની સ્થિતિ કેટલી હોય છે?