________________
દંડક
ઉત્તરઃ સમૂર્શિમ તિર્યંચોને એક નપુંસક વેદ હોય છે. લિંગાકારે વેદનો વિચાર કરીએ તો ત્રણ વેદ હોય છે. સમૂર્છાિમ મનુષ્યોમાં ચોવીશ દ્વારોનું વર્ણન કરાય છે - પ્રશ્ન ૪૨૩. સમૂર્છાિમ મનુષ્યોને કેટલા શરીર હોય છે? ઉત્તરઃ સમૂર્છાિમ મનુષ્યોને ત્રણ શરીર હોય છે - (૧) ઔદારિક શરીર (૨) તૈજસ શરીર અને (૩) કાર્મણ શરીર. પ્રશ્ન ૪૨૪. સમૂર્છાિમ મનુષ્યોના શરીરની અવગાહના કેટલી હોય છે? ઉત્તર : સમૂર્છાિમ મનુષ્યોના શરીરની અવગાહના જધન્યથી તથા ઉત્કૃષ્ટથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે. પ્રશ્ન ૪૨૫. સમૂર્છાિમ મનુષ્યોને સંઘયણ કેટલા હોય છે? ઉત્તરઃ સમૂર્છાિમ મનુષ્યોને એક છેવટું સંઘયણ હોય છે. પ્રશ્ન ૪૨૬. સમૂર્છાિમ મનુષ્યોને સંજ્ઞા કેટલી હોય છે? ઉત્તરઃ સમૂર્છાિમ મનુષ્યોને ૪ અથવા ૧૦ સંજ્ઞા હોય છે. પ્રશ્ન ૪૨૭. સમૂર્છાિમ મનુષ્યોને સંસ્થાન કેટલા હોય છે? ઉત્તર: સમૂર્છાિમ મનુષ્યોને એક હુડક સંસ્થાન હોય છે. પ્રશ્ન ૪૨૮. સમૂર્છાિમ મનુષ્યોને કેટલા કષાય હોય છે? ઉત્તર : સમૂર્છાિમ મનુષ્યોને ૪ કષાય હોય છે. પ્રશ્ન ૪૨૯. સમૂર્છાિમ મનુષ્યોને કેટલી વેશ્યા હોય છે? ઉત્તરઃ સમૂર્છાિમ મનુષ્યોને ત્રણલેશ્યા હોય છે. તે આ પ્રમાણેઃ-(૧) કૃષ્ણ (૨) નીલ (૩) કાપોત. પ્રશ્ન ૪૩૦. સમૂર્છાિમ મનુષ્યોને ઇન્દ્રિયો કેટલી હોય છે? ઉત્તરઃ સમૂર્છાિમ મનુષ્યોને પાંચ ઇન્દ્રિયો હોય છે. પ્રશ્ર ૪૩૧. સમૂર્છાિમ મનુષ્યોને કેટલા સમુદ્યાત હોય છે? ઉત્તર સમૂર્છાિમમનુષ્યોને ત્રણ સમુદ્ધાતોયછે -(૧) વેદનાસમૃદ્ધાત (૨) કષાય સમુદ્યાત(૩) મરણ સમુઘાત. પ્રશ્ન ૪૩૨. સમૂર્છાિમ મનુષ્યોને દ્રષ્ટિ કેટલી હોય છે? ઉત્તરઃ સમૃમિ મનુષ્યોને એક મિથ્યા દ્રષ્ટિ હોય છે.