________________
૫૫
દંડક
ઉત્તરઃ વૈમાનિકના આઠમા દેવલોકરૂપે બે દંડકવાળા જીવો ઉત્પન્ન થાય છે - ગર્ભજ તિર્યંચો અને મનુષ્યો. પ્રશ્ન ૩૮૮. વૈમાનિકના નવમા દેવલોકથી માંડીને અનુત્તર સુધીના દેવપણાએ કેટલા દંડકવાળા જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ વૈમાનિકના ૯મા દેવલોકથી અનુત્તર સુધીના દેવપણાએ એકમનુષ્યના જીવો જ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩૮૯. નારકીપણાએ કેટલા દંડકવાળા જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તર : નારીપણાએ ગર્ભજ તિર્યંચો તથા મનુષ્યો એમ બે દંડકવાળા જીવો મરીને ઉત્પન્ન થાય છે.
- આ રીતે આ ગતિદ્વાર સંપૂર્ણ થયું - | વેવતિય તિરિ નવેસુ, ઈત્થી પુરિસો ય ચઉવિહ સુરેસ,
થિરવિગલનારએસ, નપુંસવેઓ હવઈ એગો..૩૮ ભાવાર્થ:- તિર્યો અને મનુષ્યોમાં ત્રણ વેદ હોય છે - ચારેય પ્રકારના દેવોમાં
સ્ત્રી અને પુરૂષ વેદ છે. સ્થાવર વિકલેમિ અને નારકોમાં કેવળ એક નપુંસક વેદ હોય છે. તે ૩૮ છે. પ્રશ્ન ૦૦: પાંચ સ્થાવરોમાં કેટલા વેદ હોય છે? ઉત્તર : પાંચ સ્થાવરોમાં એક નપુંસક વેદ હોય છે. પ્રશ્ન ૩૯૧. વિકલેન્દ્રિય જીવોમાં કેટલા વેદ હોય છે? ઉત્તરઃ વિકસેન્દ્રિય જીવોમાં એક નપુંસક વેદ હોય છે. પ્રશ્ન ૩૯૨ નારકીના જીવોને કેટલા વેદ હોય છે? ઉત્તર: નારકીના જીવોને એક નપુંસક વેદ હોય છે. પ્રશ્ન ૩૯૩. ગર્ભજ તિર્યંચો અને મનુષ્યોમાં કેટલા વેદ હોય છે? ઉત્તરઃ ગર્ભ તિર્યો અને મનુષ્યોમાં ત્રણેય વેદ હોય છે. પ્રશ્ર ૩૯૪. દશ ભવનપતિના દંડકોમાં કેટલા વેદ હોય છે? ઉત્તરઃ દશ ભવનપતિના દંડકોમાં બે વેદ હોય છેઃ- (૧) સ્ત્રીવેદ (૨) પુરૂષદ. પ્રશ્ન ૩૫. વ્યંતર જ્યોતિષીના દેવો કેટલા વેદવાળા હોય છે? . . ઉત્તર : વ્યંતર જયોતિષીના દેવો વેદવાળા હોય છે (૧) સ્ત્રીવેદ, (ર)પુરૂષવેદ