________________
પ્રશ્નોત્તરી
૫૪
પ્રશ્ર ૩૭૯. બેઇન્દ્રિય રૂપે કેટલા દંડકવાળા જીવો મરીને આવે છે? ઉત્તર : બેઈન્દ્રિય રૂપે દશ દંડકવાળા જીવો મરીને આવે છે તે આ પ્રમાણે :પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, ગર્ભજ તિર્યંચો, મનુષ્યો. પ્રશ્ન ૩૮૦. તે ઇન્દ્રિય રૂપે કેટલા દંડકવાળા જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તર ઃ તે ઇન્દ્રિય રૂપે દશ દંડકવાળા જીવો ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણે - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, ગર્ભ તિર્યંચો અને મનુષ્યો. પ્રશ્ન ૩૮૧. ચઉરિન્દ્રિય રૂપે કેટલા દંડકવાળા જીવો ઉત્પન્ન થાય છે ? ઉત્તરઃ ચઉરિન્દ્રિય રૂપ દશ દંડકના જીવો ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણે :પૃથ્વીકાય, અપકાય, તેઉકાય,વનસ્પતિકાય, બેઈન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, ગર્ભજ તિર્યંચો પંચેન્દ્રિય અને મનુષ્યો. પ્રશ્ન ૩૮૨. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય રૂપે કેટલા દંડકવાળા જીવૉ ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ ચોવીશે ચોવીશ દંડકવાળા જીવો મરીને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય રૂપે થઈ. શકે છે. પ્રશ્ન ૩૮૩. ગર્ભજ મનુષ્ય રૂપે કેટલા દંડકવાળા જીવો થઈ શકે છે? ઉત્તર : મનુષ્યપણામાં તેઉકાય અને વાયુકાય આ બે દંડકો સિવાય બાવીસ દંડકવાળા જીવો આવી શકે છે. પ્રશ્ન ૩૮૪. ભવનપતિના દશ દંડકોરૂપે કેટલા દંડકવાળા જીવો આવે છે? ઉત્તરઃ ભવનપતિના દશ દંડકોના દેવરૂપે ગર્ભજ તિર્યંચો અને મનુષ્યો મરીને આવે છે. પ્રશ્ન ૩૮૫. વ્યંતર દેવ તરીકે કેટલા દંડકવાળા જીવો આવે છે? ઉત્તર : વ્યંતરના દેવ તરીકે ગર્ભજ તિર્યો અને મનુષ્યો મરીને આવે છે. પ્રશ્ન ૩૮૬. જ્યોતિષી દેવતાઓ રૂપે કેટલા દંડકવાળા જીવો આવે છે? ઉત્તર: જ્યોતિષી દેવતાઓ રૂપે ગર્ભજ તિર્યંચો અને મનુષ્યના જીવો આવે છે. પ્રશ્ન ૩૮૭. વૈમાનિકના આઠમાદેવલોક સુધીના દેવરૂપે કેટલા દડકવાળા જીવો ઉત્પન્ન થાય છે ?