________________
દંડક
પ્રશ્ન ૩૭૨. વૈમાનિકના ત્રીજાથી આઠમાદેવલોક સુધીના દેવતા મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર : વૈમાનિકના ત્રીજાથી આઠમા દેવલોક સુધીના દેવતાઓ મરીને ગર્ભજ પર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્યોમાં આ બે દંડકમાંથી કોઈપણ દંડકમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩૭૩. વૈમાનિકના નવમા દેવલોકથી માંડીને અનુત્તર સુધીના દેવતાઓ મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર વૈમાનિકના નવમા દેવલોકથી માંડીને અનુત્તર સુધીના દેવતાઓ મરીને મનુષ્યના એક જ દંડકમાં ઉત્પન્ન થાય છે.
-: આ રીતે ગતિદ્વાર કહ્યું હવે આગતિ દ્વારા કહેવાય છે - પ્રશ્ન ૩૭૪. ક્યા ક્યા દંડકના જીવો મરીને પૃથ્વીકાય રૂપે ઉત્પન્ન થાય છે? ઉત્તર: નારકીના એક દંડક સિવાય બાકીના ૨૩ દંડકના જીવો મરીને પૃથ્વીકાય રૂપે ઉત્પન્ન થઈ શકે છે. એટલે કે પૃથ્વીકાય દંડકમાં જીવો ત્રેવીસ દંકના આવે છે. પ્રશ્ન ૩૭૫. અપકાય દંડકમાં કેટલા દંડકવાળા જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તર અપકાયરૂપે એકનારકીના દંડકસિવાય બાકીના ત્રેવીશદંડકવાળા જીવો ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩૭૬. તેઉકાય રૂપે કેટલા જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તર : તેઉકાય રૂપે દશ દંડકના જીવો મરીને થઈ શકે છે તે આ પ્રમાણે - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, ગર્ભજ તિર્યંચ અને મનુષ્ય. પ્રશ્ન ૩૭૭. વાયુકાય રૂપે કેટલા દંડકવાળા જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ વાયુકાય રૂપે દશ દંડકના જીવો ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણે :પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પિતકાય, બેઈન્દ્રિય, ઇન્દ્રિય,
ઉરિદ્રિય, ગર્ભજ તિર્યો અને મનુષ્ય. પ્રશ્ન ૩૭૮. વનસ્પતિકાય રૂપે કેટલા દંડકવાળા જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તર : વનસ્પતિકાય રૂપે નારકીનો એક દંડક સિવાય ત્રેવીસ દંડકવાળા જીવો ઉત્પન્ન થાય છે.