________________
પ્રશ્નોત્તરી
પર
વનસ્પતિકાય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને " મનુષ્યમાંથી કોઈપણ દંડકમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩૬૫. ચઉરીન્દ્રિયના જીવો મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ ચઉરિન્દ્રિયના જીવો મરીને પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આ દશ દંડકમાંથી કોઈપણ દંડકમાં ઉત્પન્ન થઈ શકે છે. પ્રશ્ન ૩૬૬, ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય મરીને ક્યા ક્યા દંડકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર : ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય મરીને ચોવીશે ચોવીશ દંડકમાંથી કોઈપણ દંડકમાં જઈ શકે છે. પ્રશ્ન ૩૬૭. મનુષ્યો મરીને કેટલા દંડકમાં ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ મનુષ્યો મરીને ચોવીશે ચોવીશ દંડકમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩૬૮.દશ ભવનપતિના દેવતાઓ મરીને ક્યા ક્યા દંડકોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર : દશ ભવનપતિના દેવતાઓ મરીને પાંચ દંડકોમાં ઉત્પન્ન થાય છે - ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, પર્યાપ્તા બાદર પૃથ્વી, પર્યાપ્તા બાદર અપકાય, પર્યાપ્તા બાદર વનસ્પતિ આ પાંચ દંડકમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩૬૯. વ્યંતર દેવતાઓ મરીને કઈ કઈ ગતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ વ્યંતરદેવતાઓમરીને ગર્ભજતિયો, મનુષ્યો, પર્યાપ્તાબાદર, પૃથ્વી, પર્યાપ્તા બાદર અપકાય, પર્યાપ્તા બાદર વનસ્પતિ આ પાંચ દંડકમાં જાય છે. પ્રશ્ન ૩૭૦. જ્યોતિષી દેવતાઓ મરીને ક્યાં ક્યાં ઉત્પન્ન થાય છે? “ ઉત્તર : જ્યોતિષી દેવતાઓ મરીને પાંચ દંડકમાંથી કોઈપણ દંડકમાં જાય છે :ગર્ભજ પર્યાપ્તા તિર્યંચો, મનુષ્યો, પર્યાપ્તા બાદર પૃથ્વી, અપકાય અને વનસ્પતિકાયમાં જાય છે. પ્રશ્ન ૩૭૧. વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવતાઓ મરીને કેટલા દંડકોમાં જાય છે? ઉત્તર : વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવતાઓ મરીને પાંચ દંડકમાંથી કોઈપણ દંડકમાં ઉત્પન્ન થાય છે - ગર્ભજ તિર્યંચો, મનુષ્યો, પર્યાપ્તા બાદર પૃથ્વી, અપકાય અને વનસ્પતિ આ પાંચદંડકમાંથી કોઈપણ દંડકમાં જાય છે.