________________
-
દંડક
ઉત્તરઃ પાંચ સ્થાવરોને ત્રણ સંજ્ઞામાંથી એક પણ સંજ્ઞા હોતી નથી. પ્રશ્ન ૩૫૩. વિકલેન્દ્રિયોને કેટલી સંજ્ઞા હોય છે? ઉત્તરઃ વિક્લેન્દ્રિય જીવોને એક હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે. પ્રશ્ન ૩૫૪. દેવતાના ૧૩ દંડકમાં કેટલી સંજ્ઞાઓ હોય છે? ઉત્તરઃ દેવતાના ૧૩દંડકોમાં અહીંયા ગ્રંથ પ્રમાણે એક સંજ્ઞા હોય છે. વિશેષ રીતે બે સંજ્ઞાઓ પણ ઘટી શકે છે. એક સંજ્ઞા દીર્ધકાલિકી સંજ્ઞા હોય છે. જ્યારે બે સંજ્ઞાઓમાં સમકિતિ જીવોને આશ્રયીને દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા પણ હોય છે. તેથી બે સંજ્ઞાઓ કહેવાય છે. - પ્રશ્ન ૩૫૫. તિર્યંચ અને નારકીના જીવોમાં કેટલી સંજ્ઞાઓ હોય છે. ઉત્તરઃ તિર્યંચ તથા નારકીના જીવોમાં એક દીર્ધકાલિકી સંજ્ઞા હોય છે. સમકિતી જીવોને આશ્રયીને દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા ગણીએ તો બે સંજ્ઞાઓ હોય છે. - મણુણ દહકાલિય, દિટ્ટીવાઓ -વએ સિયા કેવિ,
પજજપણતિરિણુઅશ્ચિય, ચઉવિહ દેવેસુ ગચ્છતા ૩૧ | ભાવાર્થ :- મનુષ્યોને દીર્ધકાલિકી સંજ્ઞા હોય છે. અને કેટલાક મનુષ્યોને દ્રષ્ટિવાદોપદેશીકી સંજ્ઞા પણ હોય છે. પર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો ચારેય પ્રકારના દેવોમાં જાય છે. આ ૩૧ || પ્રશ્ન ૩૫૬. મનુષ્યોમાં કેટલી સંજ્ઞા હોય છે? ઉત્તર : મનુષ્યોમાં બે સંજ્ઞાઓ હોય છે - (૧) દીર્ધકાલિક સંજ્ઞા, (૨) દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા. દીર્ધકાલિકી સંજ્ઞા સઘળા મનુષ્યોને હોય છે. જ્યારે દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા સમકિતી મનુષ્યનો જ હોય છે. પ્રશ્ન ૩૫૭. ભવનપતિ આદિ ૧૩ દંડકોમાં જ ક્યા જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ ભવનપતિ આદિ ૧૩ દંડકોમાં (ચારેય પ્રકારના નિકાયમાં) ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો તથા મનુષ્યો જ ઉત્પન્ન થાય છે. આ વાત સામાન્યથી કહી છે. વિશેષથી હવે કહેવાશે.
સંખાઉ પન્જ પરિંદ, તિરિય-નરસુ તહેવ પજને, ભૂ-દગપયવણે એએસ શ્ચિય સુરાગમણા ૩રો