________________
४७
પ્રશ્ન ૩૩૯ દેવતાના ૧૩ દંડકમાં તથા નારકી મનુષ્ય અને ગર્ભજ તિર્યંચોને કેટલી પર્યાતિઓ હોય છે? ઉત્તર દેવતાના ૧૩ દંડકમાં તથા નારકી મનુષ્ય અને ગર્ભજ તિર્યંચોને છ છ પર્યાપ્તિઓ હોય છે - (૧) આહાર (૨) શરીર (૩) ઇન્દ્રિય (૪) શ્વાસોશ્વાસ (૫) ભાષા (૬) મન:પર્યાપ્તિ. પ્રશ્ન ૩૪૦. પાંચ સ્થાવરના દંડકોમાં કેટલી પર્યાપ્તિઓ હોય છે? ઉત્તરઃ પાંચ સ્થાવરના દંડકમાં ચાર પર્યાપ્તિઓ હોય છેઃ- (૧) આહાર (૨) શરીર (૩) ઇન્દ્રિય (૪) શ્વાસોશ્વાસ પર્યાપ્તિ.
વિગલે પંચ પજજત્તિ, છદ્રિસિઆહાર હોઇ સર્વેસિ, પણગાઈ-પયે ભયણા અહ સનિતિયં ભખિસ્સામિા ૨૯ ભાવાર્થ:- વિકલેન્દ્રિયને પાંચ પર્યાતિઓ હોય છે. સઘળાય દંડકોમાં છએ દિશિનો આહાર હોય છે. સ્થાવરના પાંચ દંડકમાં ભજના એટલે વિકલ્પ હોય છે. હવે ત્રણ સંજ્ઞાઓનું વર્ણન કહીશ.II ૨૯ો . પ્રશ્ન ૩૪૧. વિકેલેન્દ્રિય જીવોને કેટલી પર્યાપ્તિઓ હોય છે? ઉત્તરઃ વિકસેન્દ્રિય જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય છે - (૧) આહાર (ર) શરીર (૩) ઈન્દ્રિય (૪) શ્વાસોશ્વાસ (૫) ભાષા પર્યાપ્તિ. પ્રશ્ન ૩૪૨. આહાર પર્યાતિવાળા કેટલા દંડકો છે? ઉત્તરઃ આહાર પર્યાપ્તિવાળા ચોવીશે દેડકો છે. પ્રશ્ન ૩૪૩. શરીર પર્યાપ્તિવાળા કેટલા દંડકો છે? ઉત્તરઃ શરીર પર્યાપ્તિવાળા ચોવીશે દંડકો છે. પ્રશ્ન ૩૪૪. ઈન્દ્રિય પર્યાતિવાળા કેટલા દંડકો છે? ઉત્તર ઃ ઇન્દ્રિય પર્યાતિવાળા ચોવીશે દંડકો છે. પ્રશ્ન ૩૪૫. શ્વાસોશ્વાસ પર્યાપ્તિમાં કેટલા દંડકો ઘટી શકે છે? ઉત્તરઃ શ્વાસોશ્વાસ પર્યાપ્તિમાં ચોવીશે ચોવીશ દંડકો ઘટી શકે છે. પ્રશ્ન ૩૪૬. ભાષા પર્યાપ્તિવાળા કેટલા દંડકો છે? ઉત્તરઃ ભાષા પર્યાપ્તિવાળા ૧૦ દંડકો છે તે આ પ્રમાણે :- દેવતાના ૧૩, નારકી, તિર્યંચ, મનુષ્ય અને વિશ્લેન્દ્રિયના ૩.