________________
પ્રશ્નોત્તરી
૪૬
. પ્રશ્ન ૩૩૧. ચઉરિન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તર : ચઉરિદ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ મહિનાનું છે.
- પુઢવાઈ-દસ-પયાણ, અંતમુહુર્ત જહન આઉઠિઈ દસસહસવરિસઠિઈઆ, ભવસાતિવનિરયવંતરિઆ .. ૨૭ ભાવાર્થ-પૃથ્વીકાય આદિ દશ દંડકોમાં જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે. ભવનપતિ નારકી અને વ્યંતરની જધન્ય સ્થિતિ દશ હજાર વરસની હોય છે.
પ્રશ્ન ૩૩૨. સ્થાવરના પાંચ દંડકોમાં જધન્ય સ્થિતિ કેટલી છે? ઉત્તરઃસ્થાવરના પાંચ દંડકોમાં જધન્યસ્થિતિ અંતર્મુહૂર્તના આયુષ્યની હોય છે. પ્રશ્ન ૩૩૩. ત્રણ વિધેન્દ્રિયમાં જધન્ય આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ ત્રણ વિકલેન્દ્રિયમાં જધન્ય આયુષ્યની સ્થિતિ અતિર્મુહૂર્તની કહેલી છે. પ્રશ્ન ૩૩૪. ગર્ભજ તિર્યંચો તથા મનુષ્યોમાં જધન્ય આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ ગર્ભજ તિર્યંચ તથા મનુષ્યોમાં જધન્ય આયુષ્ય એક અંતર્મુહૂર્તનું હોય છે. પ્રશ્ન ૩૩૫. ભવનપતિના દશ દંડકમાં આયુષ્યની જધન્ય સ્થિતિ કેટલી છે? ઉત્તરઃ ભવનપતિના દશ દંડકમાં આયુષ્યની જધન્ય સ્થિતિ દશ હજાર વરસની છે. પ્રશ્ન ૩૩૬. નારકી તથા વ્યંતરમાં જધન્ય આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ નારકી તથા વ્યંતરમાં જધન્ય આયુષ્ય દશ હજાર વરસનું છે. આ વેમાણિય જોઇસિયા, પલ્લત ડંસ આઉઆ હુંતિ,
સુરનરસિરિનિરએસુ છ પજતી થાવરે ચઉગ . ૨૮. ભાવાર્થ-વૈમાનિક તથા જયોતિષી દેવો અનુક્રમે પલ્યોપમ અને પલ્યોપમના આઠમા ભાગના આયુષ્યવાળા હોય છે. દેવ, મનુષ્ય અને તિર્યંચ, નારકીઓ છ પર્યાપ્તિવાળા હોય છે. સ્થાવરને ચાર પર્યાપ્તિઓ હોય છે. તે ૨૮ પ્રશ્ન ૩૩૭. વૈમાનિકના દેવોમાં આયુષ્યની જધન્ય સ્થિતિ કેટલી છે? ઉત્તરઃ વૈમાનિકના દેવોમાં આયુષ્યની જધન્ય સ્થિતિ એક પલ્યોપમની છે. પ્રશ્ન ૩૩૮. જ્યોતિષી દેવોમાં આયુષ્યની જધન્ય સ્થિતિ કેટલી છે? ઉત્તરઃ જ્યોતિષી દેવોમાં આયુષ્યની જધન્ય સ્થિતિ એક પલ્યોપમના આઠમા ભાગ જેટલી છે.