________________
૪૫
દંડક
પ્રશ્ન ૩૧૮. પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટથી આયુષ્ય કેટલું છે ? ઉત્તર : પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટથી આયુષ્ય બાવીસ હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૧૯. અકાયનું ઉત્કૃષ્ટથી આયુષ્ય કેટલું છે ? ઉત્તર ઃ અકાયનું ઉત્કૃષ્ટથી આયુષ્ય સાત હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૨૦. અગ્નિકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે ? ઉત્તર ઃ અગ્નિકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ અહોરાત્રિનું હોય છે. પ્રશ્ન ૩૨૧. વાયુકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે ? ઉત્તર : વાયુકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ હજાર વરસનું છે. પ્રશ્ન ૩૨૨. વનસ્પતિકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે ? ઉત્તર ઃ વનસ્પતિકાયનું ઉત્કૃષ્ટ આયુષ્ય દશ હજાર વરસનું છે. પ્રશ્ન ૩૨૩. મનુષ્ય અને તિર્યંચનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે ? ઉત્તર : મનુષ્ય અને તિર્યંચનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ પલ્યોપમનું છે. પ્રશ્ન ૩૨૪. દેવતા અને નારકીનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે ? ઉત્તર ઃ દેવતા અને નારકીનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૨૫. વ્યંતર દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે ?
ઉત્તર ઃ વ્યંતર દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમનું છે.
:
પ્રશ્ન ૩૨૬. જયોતિષીનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે ?
ઉત્તર ઃ જયોતિષીનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક લાખ અધિક એક પલ્યોપમનું છે. પ્રશ્ન ૩૨૭. અસુરકુમારનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે ?
ઉત્તર : અસુરકુમારનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમથી અધિક છે. પ્રશ્ન ૩૨૮. નવનિકાયના ભવનપતિના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે ? ઉત્તર ઃ ભવનપતિના નવનિકાયના દેવનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે પલ્યોપમમાં કાંઇક ન્યૂન છે.
પ્રશ્ન ૩૨૯. બેઇન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે ? ઉત્તર ઃ બેઇન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૨ વરસનું છે. પ્રશ્ન ૩૩૦. તેઇન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે ? ઉત્તર : તેઇન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૪૯ દિવસનું છે.
: