________________
૩૯
દંડક
ઉત્તરઃ એક સમયમાં મનુષ્યો નિયમા સંખ્યાતા ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ર૭૮. એક સમયમાં વનસ્પતિમાં કેટલા જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તર: એક સમયમાં વનસ્પતિમાં અનંતા જીવો ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૨૭૯. એક સમયમાં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને વાયુકામાં કેટલા જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ એક સમયમાં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને વાયુકાયમાં નિયમો અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે.
અસનિ નર અસંખા, જય ઉવવાએ તહેવ ચવણે વિ, બાવીસ સગતિ દસવાસ, સહસ્સ ઉક્કિ પુઢવાઈ . ૨૪ તિદિગ્નિતિ પલ્લાઊ, નર તિરિસુરનિરય સાગર તિત્તીસા, વિતર પલ્લ જોઈસ, વરિયલખા-હિયં પલિયા રપા
અસુરાણ અહિય અયર, દેસૂણદુપલ્લયં નવનિકાયે, બારસવાસુણ પણદિણ, છમ્માસુકિક વિગલા. ર૬ / ભાવાર્થ-અસનિમનુષ્યો એકસમયમાં અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. જે રીતે ઉપપાત છે. તે જ રીતે ચ્યવન દ્વારા જાણવું. પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસ હજાર વરસ, અપકાયની સાત હજાર વરસ, વાયુકાયની ત્રણ હજાર વરસ, અને વનસ્પતિકાયની દશ હજાર વરસ છે. અગ્નિકાયની ત્રણ દિવસની એટલે ત્રણ અહોરાત્રિ, મનુષ્ય અને તિર્યંચની ત્રણ પલ્યોપમની, દેવતા અને નારકીઓની ૩૩ સાગરોપમની, વ્યંતર દેવોની એક પ્લયોપમ, જ્યોતિષી દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક લાખ અધિક એક પલ્યોપમની છે. અસુરકુમારનું ઉત્કૃષ્ટ આયુષ્ય કાંઈક અધિકએકસાગરોપમનું છે. બાકીના ભવનપતિના નવનિકાયનાદેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય કાંઈક ન્યૂન બે પલ્યોપમનું છે. બેઈન્દ્રિયનું બાર વરસનું, તે ઇન્દ્રિયનું ૪૯ દિવસનું, ચઉરિન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્યછ માસનું છે. આ રીતે ઉત્કૃષ્ટ સ્થિત કહી | ૨૪-૨૫-૨૬ / પ્રશ્ન ૨૮૦. અસનિ મનુષ્યો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ અસનિ મનુષ્યો એક સમયમાં અસંખ્યાતા ઉત્પન્ન થાય છે.