________________
૩૮
પ્રશ્નોત્તરી
ઉત્તર : તેઇન્દ્રિય જીવોમાં પાંચ ઉપયોગ હોય છે. તે આ પ્રમાણે :- (૧) મતિઅજ્ઞાન, (૨)શ્રુતઅજ્ઞાન, (૩) અચક્ષુદર્શન, (૪) મતિજ્ઞાન, (૫)
શ્રુતજ્ઞાન.
પ્રશ્ન ૨૭૧. પાંચ સ્થાવરમાં કેટલા ઉપયોગ છે ?
ઉત્તર : પાંચ સ્થાવરમાં સિદ્ધાંતના મતે બે અજ્ઞાન છે. તેથી ત્રણ ઉપયોગ હોય છે. તે આ પ્રમાણે :- (૧) મતિઅજ્ઞાન, (૨) શ્રુતઅજ્ઞાન, (૩) અચક્ષુદર્શન, કર્મગ્રંથના અભિપ્રાયે જ્ઞાન પણ હોય છે. તેથી પાંચ ઉપયોગ પણ હોય છે. (૧) મતિઅજ્ઞાન, (૨) શ્રુતઅજ્ઞાન, (૩) અચક્ષુદર્શન, (૪) મતિજ્ઞાન, (૫) શ્રુતજ્ઞાન.
પ્રશ્ન ૨૭૨, નવ ઉપયોગવાળા દંડક કેટલા છે ?
ઉત્તર ઃ નવ ઉપયોગવાળા દંડક ૧૫ છે. દેવતાના ૧૩, નારકી અને તિર્યંચ. પ્રશ્ન ૨૭૩. પાંચ ઉપયોગવાળા દંડકો કેટલા છે ?
ઉત્તર : પાંચ ઉપયોગ બે દંડકમાં છે ઃ- (૧) બેઈન્દ્રિય, (૨) તેઈન્દ્રિય. સંખમસંખા સમયે, ગભય તિરિ વિગલ નારય સુરાય, મણુ નિયમા સંખા, વણ-ચંતા થાવર અસંખા ૫ ૨૩૫
ભાવાર્થ ઃ- ગર્ભજ તિર્યંચ, વિકલેન્દ્રિયો, નારકીઓ અને દેવતાઓ એક સમયમાં સંખ્યાના અથવા અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે. મનુષ્યો નિયમા સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે વનસ્પતિકાયના જીવો એક સમયમાં અનંતા ઉત્પન્ન થાય છે અને સ્થાવરો એક સમયમાં અસંખ્યાતા ઉત્પન્ન થાય છે. ૨૩૫ પ્રશ્ન ૨૭૪. દેવતાના ૧૩ દંડકોમાં એક સમયમાં કેટલા જીવો ઉત્પન્ન થાય છે? ઉત્તર ઃ દેવતાના ૧૩ દંડકોમાં એક સમયમાં સંખ્યાતા અથવા અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન ૨૭૫. એક સમયમાં વિકલેન્દ્રિયમાં કેટલા જીવો ઉત્પન્ન થાય છે ? ૐત્તર : એક સમયમાં વિકલેન્દ્રિયમાં સંખ્યાતા અથવા અસંખ્યાતા જીવો ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન ૨૭૬. એક સમયમાં નારકીમાં કેટલા જીવો ઉત્પન્ન થાય છે ?
ઉત્તર : એક સમયમાં નારકીમાં સંખ્યાતા અથવા અસંખ્યાતા જીવો ઉત્પન્ન
થાય છે.
પ્રશ્ન ૨૭૭. એક સમયમાં મનુષ્યો કેટલા ઉત્પન્ન થાય છે ?