________________
દંડક
ઉત્તર : વૈક્રિય અને વૈક્રિય મિશ્ર કાયયોગવાળા ૧૭ દંડકો છે. તે આ પ્રમાણે :દેવતાના ૧૩, નારકી, મનુષ્ય, તિર્યંચ અને વાયુકાય.
પ્રશ્ન ૨૬૫. આહારક અનેઆહારક મિશ્ર કાયયોગમાં કેટલા દંડકો છ ? ઉત્તર ઃ આહારક અને આહારક મિશ્ર કાયયોગવાળો એક મનુષ્યનો દંડક છે. હવે ઉપયોગનું વર્ણન કરાય છે.
ઉવઓગા મણુએસુ બારસ નવ નિરય તિરિય દેવેસુ, વિગલદુગે પણ છક્કે, ચઉરિંદિસુ થાવરે તિયગં ॥ ૨૨ ॥
ભાવાર્થ :- મનુષ્યોને ઉપયોગ બાર હોય છે, નારકી, દેવો અને તિર્યંચોને નવ ઉપયોગ હોય છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિયને પાંચ ઉપયોગ હોય છે. ચરિન્દ્રિયને છ ઉપયોગ હોય છે. સ્થાવર જીવોને ત્રણ ઉપોયગ હોય છે. ॥ ૨૨॥
૩૭
પ્રશ્ન ૨૬૬. મનુષ્યોને કેટલા ઉપયોગ છે ?
ઉત્તર : મનુષ્યોને બારે બાર ઉપયોગ છે.
પ્રશ્ન ૨૬૭. દેવતાના ૧૩ દંડકોમાં કેટલા ઉપયોગ હોય છે ?
ઉત્તર ઃ દેવતાના ૧૩ દંડકમાં નવ ઉપયોગ હોય છે તે આ પ્રમાણે :- (૧) મતિઅજ્ઞાન, (૨) શ્રુતઅજ્ઞાન, (૩) વિભંગજ્ઞાન, (૪) મતિજ્ઞાન, (૫) શ્રુતજ્ઞાન, (૬) અવધિજ્ઞાન, (૭) ચક્ષુદર્શન, (૮) અચક્ષુદર્શન, (૯) અવધિદર્શન.
પ્રશ્ન ૨૬૮, પંચેન્દ્રિય તિર્યંચોને કેટલા ઉપયોગ હોય છે ?
ઉત્તર : પંચેન્દ્રિય તિર્યંચને નવ ઉપયોગ હોય છે :- (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મતિઅજ્ઞાન, (પ) શ્રુતઅજ્ઞાન, (૬) વિભંગજ્ઞાન, (૭) અચક્ષુદર્શન, (૮) અવધિદર્શન, (૯) ચક્ષુદર્શન,
પ્રશ્ન ૨૬૯. બેઇન્દ્રિય જીવોમાં કેટલા ઉપયોગ હોય છે ?
ઉત્તર : બેઇન્દ્રિય જીવોમાં પાંચ ઉપયોગ હોય છે તે આ પ્રમાણે :- (૧) મતિઅજ્ઞાન, (૨) શ્રુતઅજ્ઞાન, (૩) અચક્ષુદર્શન, (૪) મતિજ્ઞાન, (૫) શ્રુતજ્ઞાન.
પ્રશ્ન ૨૭૦. તેઇન્દ્રિય જીવોમાં કેટલા ઉપયોગ હોય છે ?