________________
પ્રશ્નોત્તરી
(૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન. (૧) મતિઅજ્ઞાન, (૨) શ્રુતઅજ્ઞાન (૩)
વિભંગજ્ઞાન.
પ્રશ્ન ૨૪૧. સ્થાવરના પાંચ દંડકોમાં કેટલા જ્ઞાન તથા અજ્ઞાન છે ?
ઉત્તર ઃ પાંચ સ્થાવરોમાં એક પણ જ્ઞાન હોતું નથી. બે અજ્ઞાન છે :- મતિઅજ્ઞાન
તથા શ્રુતઅજ્ઞાન.
પ્રશ્ન ૨૪૨. ત્રણ વિકલેન્દ્રિયોમાં કેટલા જ્ઞાન તથા અજ્ઞાન છે ?
૩૪
ઉત્તર ઃ : ત્રણ વિકલેન્દ્રિયોમાં સાસ્વાદન ગુણ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી બે જ્ઞાન છે. જ્યારે ૧લું ગુણ હોય ત્યારે બે અજ્ઞાન છે :- (૧) મતિઅજ્ઞાન, (૨)
શ્રુતઅજ્ઞાન.
પ્રશ્ન ૨૪૩. મનુષ્યમાં જ્ઞાન તથા અજ્ઞાન કેટલા છે ? ઉત્તર ઃ મનુષ્યમાં પાંચ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાન છે. પ્રશ્ન ૨૪૪. મતિઅજ્ઞાન કેટલા દંડકોમાં છે ? ઉત્તર : મતિઅજ્ઞાન ૨૪ દંડકમાં છે.
પ્રશ્ન ૨૪૫. શ્રુતઅજ્ઞાન કેટલા દંડકમાં છે ?
ઉત્તર ઃ શ્રુતઅજ્ઞાન પણ ૨૪ દંડકમાં છે.
પ્રશ્ન ૨૪૬. વિભંગજ્ઞાનવાળા કેટલા દંડકો છે ?
ઉત્તર ઃ વિભંગજ્ઞાનવાળા ૧૬ દંડકો છે. દેવતાના ૧૩, નારકી, મનુષ્ય અને તિર્યંચ.
પ્રશ્ન ૨૪૭. મતિજ્ઞાન કેટલા દંડકમાં છે ?
ઉત્તર ઃ મતિજ્ઞાન ૧૯ દંડકમાં છે. દેવતાના ૧૩, વિકલે ૩, મનુષ્ય, તિર્યંચ અને નારકી.
પ્રશ્ન ૨૪૮. શ્રુતજ્ઞાન કેટલા દંડકમાં છે ?
ઉત્તર ઃ શ્રુતજ્ઞાનમાં ૧૯ દંડકો છે. તે આ પ્રમાણે :- દેવતાના ૧૩, મનુષ્ય, તિર્યંચ, નારકી અને વિકલેન્દ્રિયના ૩.
પ્રશ્ન ૨૪૯. અવધિજ્ઞાનમાં કેટલા દંડક છે ?
ઉત્તર : અધિજ્ઞાનમાં ૧૬ દંડકો છે. તે આ પ્રમાણે :- દેવતાના ૧૩, મનુષ્ય, તિર્થંય અને નારકી.