________________
દંડક
પ્રશ્ન ર૩૩. નારકી અને તિર્યંચના દંડકમાં કેટલા દર્શન છે? ઉત્તર : નારકી અને તિર્યંચના દંડકમાં ત્રણ દર્શન છે. તે આ પ્રમાણે :- (૧) અચક્ષુદર્શન (૨) ચક્ષુદર્શન (૩) અવધિદર્શન. પ્રશ્ન ૨૩૪. મનુષ્યના દંડકમાં કેટલા દર્શન છે? ઉત્તરઃ મનુષ્યના દંડકમાં ચાર દર્શન છે. પ્રશ્ન ૨૩૫. અચક્ષુદર્શનવાળા કેટલા દંડકોમાં છે? ઉત્તરઃ અચક્ષુદર્શન બધાય દંડકમાં છે. પ્રશ્ન ૨૩૬. ચક્ષુદર્શન કેટલા દંડકોમાં છે? ઉત્તર:ચક્ષુદર્શન સત્તરદંડકમાંછેડ-દેવતાના ૧૩દંડક, નારકી, તિર્યંચ, મનુષ્ય અને ચઉરિક્રિય. પ્રશ્ન ર૩૭. અવધિદર્શનવાળા દંડકો કેટલા છે? ઉત્તર: અવધિદર્શન ૧૬ દંડકોમાં છે -દેવતાના ૧૩દંડક, નારકી, તિર્યંચ અને મનુષ્ય. પ્રશ્ન ર૩૮. કેવલ દર્શનવાળા દેડકો કેટલા છે? ઉત્તર : કેવલ દર્શનવાળો એક દંડક છે. મનુષ્ય મનુષ્ય. અનાણ નાણ તિય તિય, સુર તિરિનિરએ થિરે અનાણદુર્ગ,
નાણાનાણ દુવિગલે, મણુએ પણ નાણ તિ અનાણા | ૨૦ || ભાવાર્થ-દેવ, તિર્યંચ અને નારકીઓને ત્રણ અજ્ઞાન અને ત્રણ જ્ઞાન એમ છ હોય છે. પાંચ સ્થાવરોને બે અજ્ઞાન હોય છે. વિકલેન્દ્રિયોને બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. એમ ચાર હોય છે. મનુષ્યોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. ૨૦ પ્રશ્ન ર૩૯. દેવતાના ૧૩ દંડકમાં કેટલા જ્ઞાન તથા અજ્ઞાન છે? ઉત્તરઃ દેવતાના ૧૩ દંડકમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન છે :- (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન. (૧) મતિઅજ્ઞાન, (૨) શ્રુતઅજ્ઞાન (૩) વિર્ભાગજ્ઞાન. પ્રશ્ન ૨૪૦. તિર્યંચ અને નારકીમાં જ્ઞાન તથા અજ્ઞાન કેટલા છે? ઉત્તરઃ તિર્યંચ અને નારકીમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન છે:- (૧) મતિજ્ઞાન