________________
પ્રશ્નોત્તરી
દ્રષ્ટિ, (૨) મિશ્રદ્રષ્ટિ, (૩) સમ્યદ્રષ્ટિ. પ્રશ્ન ૨૨૬. મિથ્યા દ્રષ્ટિ કેટલા દંડકમાં છે? ઉત્તરઃ મિથ્યા દ્રષ્ટિવાળા ચોવીશે ચોવીશ દંડકમાં છે. પ્રશ્ન ૨૨૭. સમ્યદ્રષ્ટિવાળા કેટલા દંડકો છે? ઉત્તરઃ સમ્યદ્રષ્ટિવાળા ૧૯ દંડકો છે. તે આ પ્રમાણે :-દેવતાના ૧૩ દંડક, નારકી, મનુષ્ય, તિર્યંચ, વિકસેન્દ્રિયના ૩ દંડક, ૧૯ દંડક મતાંતરે ૨૨ દંડકો હોય છે. કર્મગ્રંથના અભિપ્રાયે પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય ત્રણ દંડકો અધિક જાણવા.. પ્રશ્ન ૨૨૮. મિશ્રદ્રષ્ટિવાળા દંડકો કેટલા છે? ઉત્તર: મિશ્રદ્રષ્ટિમાં ૧૬ દંડકો છે. તે આ પ્રમાણે :-દેવતાના ૧૩દંડક, નારકી, તિર્યંચ અને મનુષ્ય.
થાવર બિતિસુ અચબૂ, ચઉરિદિસુ તાદુર્ગાસુએ ભણિ,
મણુઆ ચઉ દેસણિણો સેસેસુ તિગં તિગંભણિયું . ૧૯ો ભાવાર્થ : સિદ્ધાંતમાં સ્થાવર, બેઇન્દ્રિય અને તેઇન્દ્રિયના જીવોમાં એક અચક્ષુદર્શન હોય છે. ચઉરિન્દ્રિયમાં બે દર્શન હોય છે. અને મનુષ્યમાં ચારદર્શન હોય છે. બાકીના દંડકમાં ત્રણ ત્રણ દર્શન હોય છે. // ૧૯ પ્રશ્ન ૨૨૯. પાંચ સ્થાવરના દંડકોમાં કેટલા દર્શન છે? ઉત્તરઃ પાંચ સ્થાવરના જીવોમાં એક અચક્ષુદર્શન છે. પ્રશ્ન ૨૩૦. બેઈન્દ્રિય, ઇન્દ્રિય જીવોમાં કેટલા દર્શન છે? ઉત્તરઃ બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય જીવોમાં એક અચક્ષુ દર્શન છે. પ્રશ્ન ૨૩૧. ચઉરિન્દ્રિય જીવોમાં કેટલા દર્શન છે? ઉત્તર ચઉરિન્દ્રિય જીવોમાં બેદર્શન છે. તે આ પ્રમાણે :- (૧) અચક્ષુદર્શન (૨) ચક્ષુદર્શન. પ્રશ્ન ૨૩૨. દેવતાના ૧૩ દંડકમાં કેટલા દર્શન છે? ઉત્તરઃ દેવતાના ૧૩દંડકમાં ત્રણ દર્શન છે. તે આ પ્રમાણે :- (૧) અચક્ષુદર્શન (૨) ચક્ષુદર્શન (૩) અવધિદર્શન.