________________
દંડક
ઉત્તર ઃ વિકલેન્દ્રિયપણામાં જતા મનુષ્યો અને તિર્યંચો સાસ્વાદન ગુણ સ્થાનક લઈને જાય છે. તે વખતે અપર્યાપ્તાવસ્થામાં ગુણસ્થાન હોય છે. તે સાસ્વાદન ગુણસ્થાનકની અપેક્ષાએ સમ્યગદ્રષ્ટિ કહેવાય છે. પ્રશ્ન ૨૧૮. પૃથ્વીકાય દંડકમાં કેટલી દ્રષ્ટિ હોય છે ? ઉત્તર ઃ પૃથ્વીકાય જીવોમાં એક મિથ્યાદ્રષ્ટિ છે.
૩૧
પ્રશ્ન ૨૧૯. અકાય તથા વનસ્પતિકાય જીવોમાં કેટલી દ્રષ્ટિ છે ? ઉત્તર : અકાય તથા વનસ્પતિકાય જીવોમાં એક જ મિથ્યા દ્રષ્ટિ છે. પ્રશ્ન ૨૨૦. પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાય જીવોમાં મતાંતરે કેટલી દ્રષ્ટિઓ છે ?
ઉત્તર ઃ પૃથ્વીકાય, અકાય તથા વનસ્પતિકાયમાં કર્મગ્રંથના મતે બે દ્રષ્ટિઓ હોય છે :- મિથ્યા દ્રષ્ટિ અને સમ્યગ્ દ્રષ્ટિ
પ્રશ્ન ૨ ૨૧. પૃથ્વી આદિત્રણ દંડકમાં સમ્યદ્રષ્ટિ કઈ રીતે છે ? ઉત્તર ઃ વૈમાનિકના પહેલા અને બીજા દેવલોકના દેવો સુધીના દેવતાઓ મરીને પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. તે વખતે સાસ્વાદન ગુણસ્થાનક લઈને જતા હોય ત્યારે અપર્યાપ્તાકાળમાં પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાય જીવોને સાસ્વાદન ગુણસ્થાનક હોય છે. તેથી સમ્યગ્ દ્રષ્ટિ કહેવાય.
પ્રશ્ન ૨૨૨. તેઉકાય અને વાયુકાય જીવોમાં કેટલી દ્રષ્ટિઓ છે ?
ઉત્તર ઃ તેઉકાય અને વાયુકાય જીવોમાં એક મિથ્યાદ્રષ્ટિ છે.
પ્રશ્ન ૨ ૨૩. નારકીના જીવોમાં કેટલી દ્રષ્ટિ છે ?
ઉત્તર ઃ નારકીના જીવોમાં ત્રણેય દ્રષ્ટિ છે. તે આ પ્રમાણે :- (૧) મિથ્યા દ્રષ્ટિ, (૨) મિશ્ર દ્રષ્ટિ, (૩) સમ્યગ્ દ્રષ્ટિ.
પ્રશ્ન ૨૨૪. દેવતાના ૧૩ દંડકોમાં કેટલી દ્રષ્ટિ છે ?
ઉત્તર ઃ દેવતાના ૧૩ દંડકોમાં ત્રણેય દ્રષ્ટિ છે. તે આ પ્રમાણે : (૧) મિથ્યા દ્રષ્ટિ (૨) મિશ્ર દ્રષ્ટિ, (૩) સમ્યક્ દ્રષ્ટિ.
પ્રશ્ન ૨૨૫. ગર્ભજ તિર્યંચ અને મનુષ્યમાં કેટલી દ્રષ્ટિ છે ?
ઉત્તર ઃ ગર્ભજ તિર્યંચ અને મનુષ્યમાં ત્રણેય દ્રષ્ટિ છે. તે આ પ્રમાણે :- (૧) મિથ્યા