________________
પ્રશ્નોત્તરી
૩૦
ઉત્તર : કષાય સમુદ્ધાતમાં ચોવીશે ચોવીશ દંડકો છે. પ્રશ્ન ૨૦૮. મરણ સમુદ્રઘાત માં કેટલા દંડકો છે? ઉત્તર : મરણ સમુદ્દાત માં ચોવીશે ચોવીશ દંડકો છે. પ્રશ્ન ૨૦૯. વૈક્રિય સમુદ્ધાત માં કેટલો દંડકો છે? ઉત્તરઃ વૈક્રિય સમુદ્યાત માં સત્તર દંડકો હોય છે તે આ પ્રમાણે :- દેવતાના ૧૩, નારકી, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને વાઉકાય છે. પ્રશ્ન ૨૧૦. તૈજસ સમુદ્ધાત માં કેટલા દંડકો છે? ઉત્તર તૈજસ સમુદ્યાત માં ૧૫ દંડકો છે તે આ પ્રમાણે :- દેવતાના ૧૩, ગર્ભજ તિર્યંચો અને મનુષ્ય = ૧૫ પ્રશ્ન ૨૧૧. આહારક અને કેવલી સમુદ્દઘાત કેટલા દંડકોમાં છે? ઉત્તરઃ આહારક અને કેવલી સમુદ્યાત મનુષ્યના એક દંડકમાં છે. પ્રશ્ન ૨૧૨. ત્રણ સમુદ્ધાત કેટલા દંડકમાં છે? ઉત્તર ઃ ત્રણ સમુદ્યાતઈદંડકમાં છે. તે આ પ્રમાણે :- (૧) પૃથ્વીકાય, (૨) અપકાય, (૩) તેઉકાય, (૪) વનસ્પતિકાય, (૫) બેઈન્દ્રિય, (૬) તેઈન્દ્રિય, (૭) ચઉરિન્દ્રિય... સાત દંડક. પ્રશ્ન ૨૧૩. ચાર સમુદ્યાત વાળા દંડકો કેટલા છે? ઉત્તરઃ ચાર સમુદ્યાત વાળા દંડકો બે છે. તે આ પ્રમાણે :- (૧) નારકી, (૨) વાયુકાય. પ્રશ્ન ૨૧૪. પાંચ સમુદ્યાત વાળા દંડકો કેટલા છે? ઉત્તરઃ પાંચ સમુદ્યાત વાળા દંડકો ૧૪ છે. તે આ પ્રમાણે :- દેવતાના ૧૩, ગર્ભજ તિર્યચ. પ્રશ્ન ૨૧૫. સાતેય સમુદ્યાત વાળા દંડકો કેટલા છે? ઉત્તર: સાતેય સમુદ્યાતવાળો દંડક એક જ છે. (૧) મનુષ્ય. પ્રશ્ન ૨૧૬. વિકલેન્દ્રિયોના ત્રણ દંડકમાં કેટલી દ્રષ્ટિ છે? ઉત્તરઃ વિકસેન્દ્રિયોના દંડકમાં બે દ્રષ્ટિ છે:- (૧) મિથ્યાદ્રષ્ટિ, (૨) સમ્યગદ્રષ્ટિ. પ્રશ્ન ર૧૭. સમ્યદ્રષ્ટિ કઈ રીતે ઘટે શકે છે?