________________
પ્રશ્નોત્તરી
સમજવા. પ્રશ્ન ૧૭૭. કાપોત લેશ્યા કેટલો દંડકોમાં છે? ઉત્તર કાપાત લેશ્યા બાવીસ દંડકોમાં છે. જયોતિષ અને વૈમાનિક સિવાયના જાણવા. પ્રશ્ન ૧૭૮. તેજો વેશ્યા કેટલા દંડકોમાં છે? ઉત્તર: તેજો વેશ્યા ૧૮દેડકોમાં છે. તે આ પ્રમાણે - (૧૦) ભવનપતિના ૧૦, (૧૧) વ્યંતર, (૧૨) જયોતિષ, (૧૩) વૈમાનિક, (૧૪) પૃથ્વીકાય, (૧૫) અપકાય (૧૬) વનસ્પતિકાય, (૧૭) તિર્યંચ પંચેન્દ્રિય અને (૧૮) મનુષ્ય. આટલા દંડકોમાં તેજો વેશ્યા છે. પ્રશ્ન ૧૭૯. પદ્મ લેશ્યા કેટલા દંડકોમાં છે? ઉત્તર : પધ લેશ્યા ત્રણ દંડકોમાં છે. તે આ પ્રમાણે :- (૧) ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, (૨) મનુષ્ય અને (૩) વૈમાનિક. પ્રશ્ન ૧૮૦. શુકલ લેશ્યા કેટલા દંડકમાં છે? ક્યા ક્યા? -- ઉત્તરઃ શુકલ લેગ્યા ત્રણ દંડકમાં છે. તે આ પ્રમાણે :- (૧) ગર્ભજ તિર્ય, (૨) મનુષ્ય, (૩) વૈમાનિક. પ્રશ્ન ૧૮૧. એક ઈન્દ્રિયવાળા કેટલા દંડકો છે? ક્યા ક્યા? ઉત્તરઃ એક ઈન્દ્રિયવાળા દેડકો પાંચ છે. પૃથ્વીકાય આદિ-૫. પ્રશ્ન ૧૮૨. બે ઇન્દ્રિયવાળા કેટલા દંડકો છે? ઉત્તરઃ બે ઇન્દ્રિયવાળા દંડકો એક છે. બેઈન્દ્રિય. પ્રશ્ન ૧૮૩. ત્રણ ઇન્દ્રિયવાળા દંડકો કેટલા છે? ઉત્તર : ત્રણ ઇન્દ્રિયવાળા દંડક એક છે. તે ઇન્દ્રિય પ્રશ્ન ૧૮૪. ચાર ઇન્દ્રિયવાળા દંડકો કેટલા છે? ઉત્તરઃ ચાર ઈન્દ્રિયવાળો એક દંડક છે. ચઉરિન્દ્રિય. પ્રશ્ન ૧૮૫. પાંચ ઇન્દ્રિયવાળા દંડકો કેટલા છે? ઉત્તર: પાંચ ઈન્દ્રિયવાળા દેડકો ૧૬ છે. તે આ પ્રમાણે - (૧) ભવનપતિના દસ, (૧૧), વ્યંતર, (૧૨) જયોતિષ, (૧૩) વૈમાનિક, (૧૪) નારકી, (૧૫)તિર્યંચ પંચેન્દ્રિય, (૧૬) મનુષ્ય.