________________
૨૫
દંડક
વિચારથી કહીએ તો ત્રણ દંડક છે. તે આ પ્રમાણે :- જયોતિષી દેવોમાં એક તેજો લેશ્યા હોય છે. વિશેષથી વિચારીએ તો વૈમાનિક દેવોમાં પણ એક એક લેશ્યા હોય છે. નારકીઓમાં પણ એક એક લેશ્યા હોય છે. વૈમાનિકના ૧-૨, દેવલોકમાં તેજો લેશ્યા એક હોય છે. ત્રીજાથી પાંચમાં સુધીના દેવલોકમાં પદ્મલેશ્યા એક હોય છે. છઠ્ઠાથી અનુત્તર સુધીના દેવલોકમાં શુકલ લેશ્યા એક હોયછે. પહેલી બીજી નારકીમાં કાપોત લેશ્યા એક હોય છે. ચોથી નારકીમાંનીલ લેશ્યા એક હોય છે. છઠ્ઠી નારકીમાં કૃષ્ણ લેશ્યા એક હોય છે. સાતમી નારકીમાં કૃષ્ણ લેશ્યા એક હોય છે.
પ્રશ્ન ૧૭૨. કોઈપણ બે જ લેશ્યાવાળા દંડકો કેટલા છે ?
ઉત્તર : બે જ લેશ્યાવાળા દંડક નારકીનો એક જ છે. તે આ પ્રમાણે :- નારકીના દંડકોમાં વિશેષ વિચાર કરીએ તો – ત્રીજી અને પાંચમી નારકીમાં રહેલા જીવોને બે જ લેશ્યા હોય છે. ત્રીજી નારકીમાં કાપોત અને નીલ લેશ્યા હોય છે. પાંચમી નારંકીમાં નીલ અને કૃષ્ણ લેશ્યા હોય છે.
પ્રશ્ન ૧૭૩. ત્રણ લેશ્યાવાળા દંડક કેટલા છે?
ઉત્તર ઃ ત્રણ લેશ્યાવાળા દંડક ૭છે. તે આ પ્રમાણેઃ-(૧) નારકી, (૨) તેઉકાય, (૩) બેઇન્દ્રિય, (૪) તેઇન્દ્રિય, (૪) ચઉરિન્દ્રિય, (૬) વાઉકાય, (૭) વૈમાનિક. વિશેષથી કહીએ તો પાંચ દંડકમાં ત્રણ લેશ્યા હોય છે. નારકી, વૈમાનિક સિવાય.
પ્રશ્ન ૧૭૪. ચાર લેશ્યાવાળા દંડકો કેટલા છે ? ક્યા ક્યા ?
ઉત્તર ઃ ચાર લેશ્યાવાળા દંડકો ૧૪ છે. તે આ પ્રમાણે :- દશ ભવનપતિના ૧૦ દંડકો, (૧૧) વ્યંતર, (૧૨)પૃથ્વીકાય, (૧૩) અપકાય, (૧૪) વનસ્પતિકાય. પ્રશ્ન ૧૭૫. કૃષ્ણ લેશ્યાવાળા દંડકો કેટલા છે ?
ઉત્તર ઃ કૃષ્ણ લેશ્માવાળા દંડકો બાવીસ છે. તે આ પ્રમાણે :- જયોતિષ અને વૈમાનિક સિવાયના દશ ભવનપતિના ૧૦, વ્યંતર, પૃથ્વીકાયાદિ ૫, બેઇન્દ્રિયાદિ ૩, તિર્યંચ અને મનુષ્ય તથા નારકી.
પ્રશ્ન ૧૭૬. નીલ લેશ્યાવાળા દંડકો કેટલા છે ?
ઉત્તર : નીલ લેયાવાળા દંડકો બાવીસ છે. જયોતિષ અને વૈમાનિક સિવાયના