________________
૨૪
પ્રશ્નોત્તરી
લેશ્યા એ દરેકની શુકલ લેશ્યામાં આગળ આગળ તીવ્ર જાણવી. પ્રશ્ન ૧૬૩, જયોતિષી વિમાનમાં રહેલા દેવોને કેટલી લેશ્યા છે ? કઇ કઇ ? ઉત્તર ઃ જયોતિષી વિમાનમાં રહેલા સર્વ દેવતાઓને એક તેજોલેશ્યા છે
પ્રશ્ન ૧૬૪. પૃથ્વીકાય જીવોમાં કેટલી લેશ્યા છે ?
ઉત્તર ઃ પૃથ્વીકાય જીવોમાં ચાર લેશ્યા છે તે આ પ્રમાણે :- (૧) કૃષ્ણ લેશ્યા, (૨) નીલ લેશ્યા, (૩) કાપોત લેશ્યા, (૪) તેજો લેશ્યા.
પ્રશ્ન ૧૬૫. અપ્કાય જીવોમાં કેટલી લેશ્યા છે?
ઉત્તર ઃ અપ્કાય જીવોમાં ચાર લેશ્યા છે તે આ પ્રમાણે :- (૧) કૃષ્ણ લેશ્યા, (૨) નીલ લેશ્યા, (૩) કાત લેશ્યા, (૪) તેજો લેશ્યા.
પ્રશ્ન ૧૬૬. વનસ્પતિકાય જીવોમાં કેટલી લેશ્યા છે ?
ઉત્તર ઃ વનસ્પતિકાય જીવોમાં કૃષ્ણ, નીલ, કાપોત, તેજો એમ ચાર લેશ્યા છે. પ્રશ્ન ૧૬૭. પૃથ્વીકાય અપ્કાય અને વનસ્પતિકાય જીવોમાં તેજો લેશ્યા કઈ રીતે હોય છે ?
ઉત્તર ઃ પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાય જીવોમાં તેજો લેશ્યા હોય છે તે આ પ્રમાણે :– કોઈ પણ દેવતા તેજો લેશ્યાવાળો મરીને પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્તાવસ્થામાં તેજો લેશ્યા હોય છે. માટે તેજો લેશ્યા કહી છે. બાકીના જીવોને હોતી નથી . પ્રશ્ન ૧૬૮. સાધારણ વનસ્પતિકાય જીવોને કેટલી લેશ્યા છે ? કઈ કઈ ? ઉત્તર ઃ સાધારણ વનસ્પતિકાય જીવોને કૃષ્ણ, નીલ, કાપોત ત્રણ લેશ્યા છે. પ્રશ્ન ૧૬૯. દશભવનપતિના દેવતાઓને કેટલી લેશ્યા છે ? કઈ કઈ ? ઉત્તર ઃ દશભવનપતિના દેવતાઓને ચાર લેશ્યા છે. તે આ પ્રમાણે :- (૧) કૃષ્ણ લેશ્યા, (૨) નીલ લેશ્યા, (૩) કાપોત લેશ્યા, (૪) તેજો લેશ્યા. પ્રશ્ન ૧૭૦. વ્યંતર દેવોને કેટલી લેશ્યા છે ? કઈ કઈ ?
ઉત્તર ઃ વ્યંતર દેવોને ચાર લેશ્યાઓ છે. તે આ પ્રમાણે :- (૧) કૃષ્ણ લેશ્યા, (૨) નીલ લેશ્યા, (૩) કાપોત લેશ્યા, (૪) તેજો લેશ્યા.
પ્રશ્ન ૧૭૧. એક જ લેશ્યાવાળા દંડકો કેટલા છે ?
ઉત્તર ઃ એક જ લેશ્યાવાળા દંડકો મુખ્ય રીતે ગણીએ તો એક જ છે. પણ વિશેષ