________________
૨૧
દંડક
પ્રશ્ન ૧૩૯. પ્રત્યેક વનસ્પતિકાય જીવોને જે શરીરો હોય છે. તે કેવા
આકારના હોય છે ?
ઉત્તર ઃ પ્રત્યેક વનસ્પતિકાય જીવોને જે શરીર હોય છે તે અનેક પ્રકારના જુદા જુદા આકારવાળા હોય છે.
પ્રશ્ન ૧૪૦. વાયુકાય જીવોના શરીર કેવા આકારના હોય છે ? ઉત્તર ઃ વાયુકાય જીવોના શરીરો ધ્વજાના આકારવાળા હોય છે. પ્રશ્ન ૧૪૧. તેઉકાય જીવોના શરીરનો આકાર કેવો હોય છે ? ઉત્તર : તેઉકાય જીવોના શરીરો સોય જેવા આકારના હોય છે.
પ્રશ્ન ૧૪૨, અપકાય એટલે પાણીના જીવોના શરીરનો આકાર કેવાપ્રકારનો હોય છે ?
ઉત્તર ઃ અપકાય જીવોના શરીર પરપોટાના આકાર જેવા હોય છે
પ્રશ્ન ૧૪૩. પૃથ્વીકાય જીવોના શરીર કેવા આકારના હોય છે ?
ઉત્તર ઃ પૃથ્વીકાય જીવોના શરીરો મસુરની દાળના આકારવાળા હોય છે અથવા અર્ધચંદ્રાકાર જેવાં આકારવાળા હોય છે.
પ્રશ્ન ૧૪૪. આ પૃથ્વીકાયાદિ પાંચેયના શરીરની આકૃતિઓ જુદી જુદી હોય છે. તો તેઓને સંસ્થાન ક્યું હોય છે ?
ઉત્તર ઃ પૃથ્વીકાય આદિ પાંચેયના શરીરની આકૃતિઓ જુદી જુદી હોય છે. છતાં તે બધાયને હુંડક સંસ્થાન એક જ હોય છે. તે સિવાય કોઇ સંસ્થાન હોતા જ નથી. * આ રીતે સંસ્થાન દ્વાર પૂર્ણ થયું *
સવ્વ વિ ચઉ કસાયા, લેસ છગં ગÇતિરિયમણુએસુ, નારય તેઊ વાઉ, વિગલા વેમાણિય તિ લેસા ॥ ૧૪॥ ભાવાર્થ : સઘળાય દંડકોમાં ચાર કષાયો છે. ગર્ભજતિર્યંચ અને મનુષ્યોને છએ લેશ્યાઓ છે. નારકી, તેઉકાય, વાઉકાય, વિકલેન્દ્રિય અને વૈમાનિકના દેવોના દંડકમાં ત્રણ લેશ્યાઓ છે. ।। ૧૪ ।।
જોઈ સિય તેઉલેસા, સેસા સવ્વુવિ હુંતિ ચઉલેસા, ઇંદિય દારં સુગમં, મણુઆણં સત્ત સમુીયા || ૧૫ ॥