________________
પ્રશ્નોત્તરી
- ૨૦
પ્રશ્ન ૧૩૧. એક સમ-સંસ્થાન કેટલા દેડકોમાં હોય છે? ઉત્તર: એક સમ-સંસ્થાન તેર દંડકોમાં હોય છે. દેવતાના ૧૩ દંડકો છે. ૧૦ ભવનપતિ, વ્યંતર, જયોતિષ અને વૈમાનિક.. પ્રશ્ન ૧૩૨. એક હુડક સંસ્થાન જ કેટલા દંડકોમાં છે? ઉત્તર: એક હુડક સંસ્થાન ચાર અથવા નવ દંડકોમાં છે. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને નારકી એ ચાર અને સ્થાવરના પાંચ દંડકો ભેગા ગણતા નવ દંડકો થાય છે. તેમાં એક હુડક નામનું સંસ્થાન છે. પ્રશ્ન ૧૩૩. સમ-સંસ્થાનવાળા દંડકો કેટલા છે? ક્યા ક્યા? ઉત્તર : સમ-સંસ્થાનવાળા દંડકો ૧૫ છે. ૧૦ ભવનપતિ, વ્યંતર, જયોતિષ, વૈમાનિક, ગર્ભજ તિર્યંચ તથા મનુષ્યમાં સમ-સંસ્થાન હોય છે. પ્રશ્ન ૧૩૪. ન્યગ્રોધ સંસ્થાનવાળા દંડકો કેટલા છે? ઉત્તરઃ ન્યગ્રોધ સંસ્થાનવાળા દંડકો બે છે. ગર્ભજ તિર્યંચ, મનુષ્ય. પ્રશ્ન ૧૩૫. સાદિ સંસ્થાનવાળા દંડકો કેટલા છે? ઉત્તર : સાદિ સંસ્થાનવાળા દંડકો બે છે - ગર્ભજતિર્યંચ, મનુષ્ય. પ્રશ્ન ૧૩૬. વામન સંસ્થાનવાળા દેડકો કેટલા છે? ઉત્તરઃ વામન સંસ્થાનવાળા દંડકો બે છે - ગર્ભજતિર્યંચ, મનુષ્ય. પ્રશ્ન ૧૩૭. કુન્જ સંસ્થાનવાળા દંડકો કેટલા છે? ઉત્તરઃ કુન્જ સંસ્થાનવાળા દંડકો બે છે - ગર્ભજતિર્યંચ, મનુષ્ય. પ્રશ્ન ૧૩૮. હુંડક સંસ્થાનવાળા દંડકો કેટલા છે? ઉત્તરઃ ૧૧ દંડકો છે :- સ્થાવરના ૫, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને નારકી, ગર્ભજ તિર્યંચ, મનુષ્ય.
નાણાવિહ ધય સૂઈ, બુબ્બય વણ વાઉ તેઉ અપકાયા!
પુઢવી મસૂર ચંદા-કારા સંડાણ ભણિયા. ૧૩/l ભાવાર્થ પ્રત્યેક વનસ્પતિકાયનું જુદા જુદા આકારવાળું શરીર છે.વાયુકાયનું ધ્વજાના આકારનું છે. અગ્નિકાય જીવોનું શરીર સોય આકારનું છે. અપકાય જીવોનું શરીર પરપોટાના આકારનું છે. પૃથ્વીકાય જીવનું શરીર મસુરની દાળ અથવા અર્ધચંદ્રાકાર જેવું છે. ૧૩