SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ દંડક પ્રશ્ન ૧૨૩. અર્ધ નારાચ સંઘયણ કેટલા દંડકોમાં છે ? ઉત્તર ઃઅર્ધ નારાચ સંધયણ બે દંડકોમાં છે : (૧) ગર્ભજ તિર્યંચ, (૨) મનુષ્ય. પ્રશ્ન ૧૨૪.કિલિકા સંઘયણ કેટલા દંડકોમાં છે ? ઉત્તર : કિલિકા સંઘયણ બે દંડકોમાં છે : (૧) ગર્ભજ તિર્યંચ, (૨) મનુષ્ય. પ્રશ્ન ૧૨૫. છેવટ્ટુ સંઘયણ કેટલા દંડકોમાં છે ? ઉત્તર ઃ છેવટ્ટુ સંઘયણ પાંચ દંડકોમાં છે ઃ (૧) બેઇન્દ્રિય, (૨) તેઇન્દ્રિય, (૩) ચરિન્દ્રિય, (૪) તિર્યંચ પંચેન્દ્રિય અને (૫) મનુષ્ય. સવ્વસિં ચઉ દહ વા, સન્ના સત્ત્વે સુરા ય ચઉરંસા । નર તિરિચ છ સંઠાણા, હુંડા વિગલિંદિ-નેરઇયા ।। ૧૨ । ભાવાર્થ: સઘળાય દંડકોમાં ચાર સંજ્ઞાઓ હોય છે અથવાદશ સંજ્ઞા, અથવા ૧૬ સંજ્ઞાઓ છે. બધાજ દેવતાઓ સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા છે. મનુષ્યો અને તિર્યંચ પંચેન્દ્રિયને છ સંસ્થાનો છે. નારકી અને વિકલેન્દ્રિયોને હુંડક સંસ્થાન છે. 119211 પ્રશ્ન ૧૨૬, સમૂર્છિમ મનુષ્યને કેટલા સંઘયણ છે ? ક્યા ક્યા ? ઉત્તર : સમૂર્છિમ મનુષ્યોને એક છેવટ્ટુ સંઘયણ છે. પ્રશ્ન ૧૨૭. સમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિયને કેટલા સંઘયણો છે ? ક્યા ક્યા? ઉત્તર ઃ સમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિયને એકમતે એકજ છેવટ્ટુ સંઘયણ છે જ્યારે મતાંતરે છ એ છ સંઘયણ છે. પ્રશ્ન ૧૨૮. ચોવીશે દંડકોમાં કેટલી સંજ્ઞાઓ છે? : ઉત્તર : ચોવીશે દંડકોમાં ચાર સંજ્ઞા, દશ સંજ્ઞા અથવા સોળ સંજ્ઞા એમ બધીય સંજ્ઞાઓ છે. પ્રશ્ન ૧૨૯. છ એ છ સંસ્થાનોમાં કેટલા દંડકો છે ? ઉત્તર ઃ છ એ છ સંસ્થાનો બે દંડકોમાં છે. ૧ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય ૨ મનુષ્ય પ્રશ્ન ૧૩૦. એક સંસ્થાન કેટલા દંડકમાં છે ? ઉત્તર : એક સંસ્થાન સત્તર દંડકોમાં છે. દેવતાના ૧૩ દંડકો, નારકીનો ૧, બે-ઈ, તે-ઈ. ચઉં. એમ સત્તર દંડકો છે. સ્થાવરમાં એક સંસ્થાન છે. પણ ત્યાં જુદા જુદા આકારના સંસ્થાનો હોવાથી તેનેં જુદા ગણ્યા છે.
SR No.022307
Book TitleJivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1994
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy