________________
દંડક
ઉત્તર ઃ તિર્યંચોનું વૈક્રિય શરીર બનાવ્યા પછી ચાર મુહૂર્ત સુધીરહે છે. પછી અવશ્ય નાશ પામે છે.
૧૭
પ્રશ્ન ૧૦૭. મનુષ્યનું વૈક્રિય શરીર બન્યા પછી કેટલા કાળ સુધી રહી શકે છે ? ઉત્તર ઃ મનુષ્યનું વૈક્રિય શરીર બન્યા પછી ચાર મુહૂર્ત સુધી રહે છે. પછી અવશ્ય નાશ પામે છે.
પ્રશ્ન ૧૦૮. દેવતાઓ ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે. ત્યારે તે વધારેમાં વધારે કેટલા વખત સુધી રહે છે ?
ઉત્તર ઃ દેવતાઓ ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે. તે ૧૫ દિવસ સુધી રહે છે. પછી તે શરીર અવશ્ય નાશ પામે છે.
પ્રશ્ન ૧૦૯. ચોવીશ દંડકમાંથી કેટલા દંડકવાળા જીવો ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે ? ક્યા ક્યા?
ઉત્તર ઃ ચોવીશ દંડકમાં ૧૭ દંડકવાળા જીવો ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે, (૧) વાઉકાયના જીવોવૈક્રીય શરીરબનાવે છે. તે સ્વાભાવિક થઈ જાય છે. કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. (૨) ગર્ભજ તિર્યંચ (૩) મનુષ્ય (૪) નારકી અને દેવેતાના (૧૩) દંડકના (૧૩) એમ કુલ (૧૭) દંડકો થાય છે. પ્રશ્ન ૧૧૦, ત્રણ ગાઉનું શરીર જેને છે તેવા દંડકો કેટલા છે ? ઉત્તર ઃ ત્રણ ગાઉનું શરીર જેને છે તેવા દંડકો બે છે. (૧) મનુષ્ય (૨) તેઇન્દ્રિય.
પ્રશ્ન ૧૧૧. એક હજાર યોજનની કાયાવાળા દંડકો કેટલા છે ?
ઉત્તર ઃ એક હજાર યોજનની કાયાવાળો એક જ દંડક છે. ગર્ભજતિર્યંચ પંચેન્દ્રિય પ્રશ્ન ૧૧૨. સાત હાથની કાયાવાળા દંડકો કેટલા છે ?
ઉત્તર ઃ સાત હાથની કાયાવાળા ૧૩ દંડકો છે. ભવનપતિના ૧૦, વ્યંતર, જયોતિષ અને વૈમાનિક (વૈમાનિકમાં ૧-૨દેવલોક સુધીના જાણવા.) પ્રશ્ન ૧૧૩. એક હજાર યોજનથી અધિક કાયાવાળા દંડકો કેટલા છે ? ઉત્તર : એક હજાર યોજનથી અધિક કાયાવાળા દંડક એક જ છે વનસ્પતિકાય.
:
પ્રશ્ન ૧૧૪. એક યોજનની કાયાવાળા દંડકો કેટલા છે ? ઉત્તર ઃ એક યોજનની કાયાવાળો દંડક એક જ છે . ચરિન્દ્રિય.