________________
પ્રશ્નોત્તરી
શરીરની અવગાહના વધારે કેમ છે? ઉત્તર : દેવતાઓ ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે ત્યારે તેઓ જમીનથી ચાર આંગળ અદ્ધર રહે છે. જ્યારે મનુષ્યો જમીનની સાથે રહીને શરીરની રચના કરતા હોવાથી ચાર આંગળ અધિક હોય છે તે કારણથી અધિક કહેલી છે. પ્રશ્ન ૧૦૧. તિર્યંચોમાં ઉત્તર વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? ઉત્તરઃતિયચોમાં ઉત્તર વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ૯૦૦યોજનની છે. પ્રશ્ન ૧૦૨. નારકીઓમાં ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ સાતેય નારકીઓમાં રહેલા જેટલા જીવો છે તે બધાયની જે કાય એટલે શરીર છે તેનાથી ઉત્તર વૈક્રિય શરીર બનાવે ત્યારે ડબ્બલ અવગાહનાવાળું શરીર થાય છે. જેમ કે સાતમી નારકીમાં રહેલા નારકીઓની ૫૦૦ ધનુષ્યની કાયા હોય છે. જ્યારે તેઓ ઉત્તરવૈક્રિય શરીર બનાવે છે ત્યારે ૧ હજાર ધનુષ્યની થાય
છે.
પ્રશ્ન ૧૦૩. વાઉકાય જીવો વૈક્રિય શરીર બનાવે છે. ત્યારે તેઓના શરીરની જઘન્ય તથા ઉત્કૃષ્ટ અવગાહના કેટલી હોય છે? ઉત્તરઃ વાઉકાય જીવો વૈક્રિય શરીર બનાવે છે ત્યારે તેઓના શરીરની જધન્ય તથા ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે. પ્રશ્ન ૧૦૪. બીજા જીવોની વૈક્રિય શરીરની જધન્ય અવગાહના જે કહી છે અને વાઉકાયની વૈક્રિય શરીરની જધન્ય અવગાહનામાં ફેર શો છે? ઉત્તરઃ બીજા જીવો ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે ત્યારે તેઓની કાયા મોટી હોય છે. તેથી તેઓના શરીરની જધન્ય અવગાહનઅંગુલનાસંખ્યાતમાભાગ જટેલીજથાય છે. તેથી ન્યૂન થતી નથી. જ્યારે વાઉકાયજીવોનું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું જ થાય છે. તેથી વૈક્રિય શરીરની અવગાહના પણ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી જ બને છે પણ મોટી બનતી નથી. પ્રશ્ન ૧૦૫. નારકીઓનું ઉત્તર વૈક્રિય શરીર કેટલા કાળે નાશ પામે છે? ઉત્તરઃ નારકીઓનું ઉત્તર વૈક્રિય શરીર એક અંતર્મુહૂર્ત પછી અવશ્ય નાશ પામી જાય છે. પ્રશ્ન ૧૦૬. તિર્યંચોનું વૈક્રિય શરીર બનાવ્યા પછી કેટલા કાળે નાશ પામે છે?